IndiaPoliticsSocial Media Buzz

તો પ્રિયંકા ગાંધી લડશે આ ઐતિહાસિક બેઠક પરથી લોકસભા ચુંટણી!? જાણો કઈ!

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતની 4 સમેત ઉત્તરપ્રદેશની 11 સીટો પર લોકસભાના ઉમેદવાર નક્કી કરીને જાહેર કરી નાખ્યા છે ત્યારે હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ લોકસભા ચુંટણી લડશેના સમાચારો આવી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાતની ચાર લોકસભા સીટ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં આણંદથી ભરતસિંહ સોલંકી, બરોડાથી પ્રશાંત પટેલ, છોટા ઉદયપુરથી રણજીતસિંહ મોહનસિંહ રાઠવા અને અમદાવાદ પશ્ચિમથી રાજુભાઇ પરમારના નામ પર મહોર મારવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

બીજી તરફ ઉત્તરપ્રદેશમાં 11 સીટો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, આરપીએન સિંહ, સલમાન ખુરશીદ, જીતીન પ્રસાદ જેવા દિગ્ગજ નેતાઓના નામ શામેલ છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

આ નામોનું લિસ્ટ જાહેર થયા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ક્યાંથી લોકસભા લડશેના સમાચારો વહેતા થવા લાગ્યા છે. જોકે હવે રાયબરેલીથી સોનિયા ગાંધીનું નામ જાહેર થતાની સાથે જ પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીની જગ્યાએ રાયબરેલીથી લડશે એ સમાચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ અમારા વિશ્વસનીય સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચુંટણી લડી શકે છે અને એ પણ ઉત્તરપ્રદેશથી જ લડશે જે લગભગ આવનારા સમયમાં નક્કી થઈ જશે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશની અલ્લાહાબાદની ફુલપુર લોકસભા સીટ પરથી ચુંટણી લડી શકે છે. ફુલપુર લોકસભા સીટ પણ કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવતી હતી કારણકે ફુલપુર બેઠક પરથી જવાહરલાલ નહેરુ ત્રણ વખત સાંસદ બન્યા હતા અને આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ફુલપુર બેઠક પરથી જવાહર લાલ નહેરુ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે ત્યારબાદ તેમના બહેન વિજયાલક્ષ્મી પંડિત પણ બે વખત સાંસદ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં ત્યારબાદ આ બેઠક પર વિશ્વનાથ પ્રતાપ સિંહ જેઓ ભારતના આઠમાં વડાપ્રધાન રહી ચૂક્યા છે તેઓ પણ આજ ફુલપુર લોકસભા બેઠક પરથી ચુંટાઈ આવ્યા છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉત્તરપ્રદેશના હાલના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પણ આ જ બેઠક પરથી 2014 માં સાંસદ ચુંટાઈ આવ્યા હતા પરંતુ તેઓ ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી બનતા આ સીટ છોડવી પડી હતી અને જેની પર 2018માં પેટા ચુંટણી યોજાઈ હતી જેમાં આ સીટ સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલ જીત્યા હતા.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પ્રિયંકા ગાંધી માટે આ સીટ જીતવી એટલી પણ અઘરી નથી કારણ કે આ સીટ પર વધારે વખત કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીજ જીતતી આવી છે જો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી+ બહુજન સમાજ પાર્ટી+ કોંગ્રેસ પાર્ટીનું ગઢબંધન થાય તો પ્રિયંકા ગાંધી આસાનીથી અને વધારે માર્જિનથી આ સીટ જીતી શકે એમ છે. જોકે ગઢબંધની વાતો ચાલી જ રહી છે એક બે દિવસમાં મહોર વાગી જશે એવું લાગી રહ્યું છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પ્રિયંકા ગાંધી લોકસભા ચુંટણી લડશેના સમાચારે ઉત્તરપ્રદેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને સાથે સાથે ભાજપમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે. જો પ્રિયંકા ગાંધી ફુલપુર લોકસભા બેઠક પરથી ચુંટણી લડે તો ફુલપુર તો વધારે માર્જિનથી કોંગ્રેસ જીતેજ જીતે પણ સાથે સાથે આજુબાજુની લોકસભા બેઠક પર પણ આનો પ્રભાવ પડે જેનું સૌથી મોટું નુકસાન ભાજપને થાય એમ છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

હાલ લોકોને લાગે છે કે પ્રિયંકા ગાંધી આવ્યા એવા ખોવાઈ ગયા પણ પ્રિયંકા ગાંધી સાઇલેન્ટ કિલર બનીને ઉત્તરપ્રદેશમાં પુરી તાકાત લગાવીને કામ કરી રહ્યાં છે તેમણે અત્યાર સુંધીમાં ભાજપના સંસદ, સપા બાહુબલી નેતા અને બસપાના પૂર્વ સાંસદને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો છે. તેમજ હિન્દી અને ઉર્દુ ભાષાના પ્રખ્યાત કવિ ઇમરાન પ્રતાપગારહી સાથે પણ તેઓ મુલાકાત કરી ચુક્યા છે. તેમના આ પગલાંથી ઉત્તરપ્રદેશ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ જોઈને અને કોંગ્રેસને વધારેમાં વધારે મજબૂત કરવા માટે જ પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની કમાન સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી હજુ ભાજપની મોટી મોટી વિકેટો ખેરવવાના મૂડમાં છે અને જે પ્રમાણે પ્રિયંકા ગાંધી કામ કરી રહ્યા છે તે પ્રમાણે આવનારા દિવસોમાં ભાજપની મોટી વિકેટો પડશે એ વાત નક્કી છે અને ઉત્તરપ્રદેશમાં ભાજપને સૌથી વધારે નુકશાન જાય તેમાં બેમત નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!