IndiaPolitics

હવે ભાજપના આ એમએલસીએ હનુમાનજી ને કહ્યા મુસ્લિમ, ગરમાયુ રાજકારણ..

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચુંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજી ને દલિત કહ્યા હતા અને તે બાદ હનુમાનજીની જાતી ધર્મ વિશે ચર્ચા અને આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસિલો સતત ચાલતો રહ્યો હતો અને ક્યાંકને ક્યાંક ચુંટણીમાં આ મુદ્દો પણ બન્યો હતો અને હવે ભાજપના જ એક એમએલસી એ હનુમાનજીને મુસ્લીમ ગણાવ્યા છે.

ભાજપના એમએલસી બુક્કલ નવાબે મહાબલી હનુમાનજીને મુસલમાન ગણાવ્યા હતા અને કહ્યું કે હનુમાનજીના નામ પરથીજ મોટાભાગના મુસલમાનોના નામ રાખવામાં આવ્યા છે.  તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે અને પાછો એજ હનુમાનજીના જાતિ ધર્મ વિશે ચર્ચા આક્ષેપ પ્રાતીઆક્ષેપ ચાલુ થઈ જવા પામ્યા છે.

ભાજપ એમએલસી બુક્કલ નવાબે જણાવ્યું કે, હનુમાનજી આખાય વિશ્વના છે, તે દરેક ધર્મ જાતિના છે. પણ મારુ માનવું છે કે, હનુમાનજી મુસલમાન હતા એટલે જ મુસલમાનોમાં જે નામ રાખવામાં આવે છે, રહેમાન, રમઝાન, ફરમાન, ઝીશાન, કુરબાન જેવા જેટલા પણ નામ રાખવામાં આવે છે એ હનુમાનજી પર જ રાખવામાં આવે છે.

વધુમાં બુક્કલ નવાબે પૂછવાના અંદાજમાં જણાવ્યું કે, હિંદુઓમાં કેટલા નામ હનુમાનજીના નામને મળતાં હોય એવા રાખવામાં આવે છે? હનુમાનજીને મળતાં આવતા નામ માત્રને માત્ર મુસલમાનોમાં જ રાખવામાં આવવા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે બુક્કલ નવાબ ભાજપમાં જોડાયા હતા અને એમએલસી બન્યા પછી તેમણે લખનૌના હજરતગંજ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હનુમાનજી મંદિર ગયા હતાં અને ભાગવા કપડામાં ત્યાં પુજાઅર્ચના પણ કર્યા હતાં અને મંદિરને તાંબાનો ઘંટ પણ દાન આપ્યો હતો. એ સમયે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું કે, મુસ્લિમ હોવા સાથે હું હનુમાન ભક્ત છું અને ભગવાન રામની જેમ હનુમાનજી અમારા પૂર્વજ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક ગણાતા યોગી આદિત્યનાથના હનુમાનજીને દલિત કેહવાવાળા નિવેદનને કારણે ક્યાંકને ક્યાંક તેમને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જનઆક્રોશનો સામનો કરવો પડ્યો હતો હવે ફરી ભાજપના એમએલસીના નિવેદનથી રાજકારણ ગરમાઈ ગયું છે અને ફરી હનુમાનજીની જાતિ ધર્મ વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભરતીય જનતા પાર્ટી પોતાના એમએલસીના આ નિવેદન મુદ્દે પોતાનું સ્ટેન્ડ શું લે છે એ જોવાનું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!