
છેલ્લા ઘણા સમયથી અર્નબ ગૌસ્વામી યેનકેન પ્રકારે ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસ અધ્યક્ષા સામે અભદ્ર ટિપ્પણી કરવાના મામલે અર્નબ ગૌસ્વામી સામે સમગ્ર દેશમાં અસંખ્ય ફરિયાદો થઈ હતી. તેના થોડા સમય બાદ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસ નબટે ઉદ્ધવ સરકારણે કારણ વગર દોષિત ઠેરવીને સરકાર સામે ગૃહ યુદ્ધ છેડયું હતું અને ઉદ્ધવ સરકારની છબીને નુકશાન કરવાના પ્રયત્નો કર્યા હતાં. અધૂરામાં પૂરું બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પણ જોડાઈ ગયા હતા. તો ત્યારબાદ સમગ્ર બોલીવુડને ડ્રગ સાથે જોડવાના પ્રયત્નો પણ કર્યા હતાં ત્યારે સમગ્ર બોલીવુડ અર્નબ ગૌસ્વામી નો વિરોધ કરવાં આવ્યો હતો.

આટલું ઓછું હોય ત્યાં પોતાની ચેનલને મોસ્ટ વ્યુવ્ડ ચેનલ બનાવવાના પ્રયત્નો કરતાં હતા જેના દ્વારા મોટી મોટી બ્રાન્ડની એડ મેળવતાં હતાં. આ મામલે ફરિયાદ થતાં મુંબઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફેક ટીઆરપી સ્કેમ બહાર આવ્યું હતું જેમાં અર્નબ ગૌસ્વામી ની ચેનલ પણ શામેલ છે તેવું મુંબઈ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું બસ ત્યારથી અર્નબ ગૌસ્વામી ની મુશ્કેલીઓ થમવાનું નામ લેતી નથી. આ પહેલા પણ મુંબઇ પોલીસ દ્વારા અર્ણવ ગૌસ્વામી ની આંઠ આંઠ કલાક જેટલી પૂછપરછ પણ કરવા આવી હતી. પરંતુ આ વખતે મોટો મામલો છે જે અર્નબ ગૌસ્વામી નો પીછો છોડવાનો નથી.

ગઈ કાલે સવારે મુંબઇ પોલીસ દ્વારા અર્નબ ગૌસ્વામી ના ઘરે પહોંચીને અર્નબ ગૌસ્વામી ની ધરપકડ કરી હતી અને રાત્રે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા તેમની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મંજુર કરવામાં આવી હતી. જો કે આજે અર્ણવ ગૌસ્વામી ના વકીપ દ્વારા બેલ માટે અરજી કરવાં આવશે. પરંતુ મામલાની ગંભીરતા જોતા અર્ણવ ગૌસ્વામી ના બેલ નામંજુર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અર્ણવ ગૌસ્વામી વધુ બે જણની ધરપકડ કરવાં આવી છે. તેમની પર આરોપ આત્મહત્યા માટે દુષપ્રેરણનો છે.

જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા 2018માં અર્ણવ ગૌસ્વામી દ્વારા રિપબ્લીક નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી હતી જેના સ્ટુડિયોને બનાવનારને પૈસા આપ્યા નોહતા. સ્ટુડિયો બનાવનાર દ્વારા વારંવાર માંગણી કરવા છતાં બાકી નીકળતાં રૂપિયા અર્ણવ ગૌસ્વામી દ્વારા ચૂકવી આપવામાં આવ્યા નોહતા જે બાબતે સ્ટુડિયો બનાવનાર દ્વારા આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરવામાં આવી હતી અને સુસાઇડ નોટ માં અર્ણવ ગૌસ્વામી સાથે અન્ય બે શકશોના નામ લખવામાં આવ્યા હતાં. આ કેસમાં ઢીલું ઇન્વેસ્ટિગેશન થયું અને કોઈપણ પ્રકારે તપાસ થયા વગર 2019માં રાયગઢ પોલીસે આ કેસ બંધ કરી દીધો હતો. એ પછી મૃતક નાઇકના પુત્રી અદન્યાની ફરિયાદ પર ગૃહમંત્રી અનિલ દેશમુખે કેસ ફરી ખોલવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ ફરી ખોલાવવા માટે પીડિતની વિધવા અને તેમની પુત્રી દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રીને પણ રજુઆત કરવાં આવી હતી પરંતુ કેસમાં કોઈ કાર્યવાહી થઇ નોહતી પર તું ગત વર્ષે યોજાયેલા મહારાષ્ટ્ર ચૂંટણીમાં નવી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી દ્વારા આ બાબતે સંજ્ઞાન લેવામાં આવ્યું અને કેસને રીઓપન કરવાં આવ્યો હતો જે બાબતે પોલીસ દ્વારા તપાસ આગળ હાથ ધરવામાં આવી હતી અને અર્ણવ ગૌસ્વામી સહિત અન્ય બે ની ધરપકડ કરવાં આવી હતી. જણાવી દઈએ કે આ બાબતે પીડિત પરિવારે જણાવ્યું હતું કે અર્ણવ ગૌસ્વામી ના કારણે તેમના પતિ અને સાસુ મોત પામ્યા છે તેમના ન્યાય માટે અમે છેક સુધી લડશું.

અર્ણવ ગૌસ્વામી મુશ્કેલીઓ હજુ અટકતી નથી તેમની પર ગઈકાલે મુંબઇ પોલીસ દ્વારા અન્ય એક એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી. મુંબઇ પોલીસ દ્વારા અર્ણવ ગૌસ્વામી, તેમની પત્ની અને તેમના પુત્ર સામે મહિલા પોલીસ સાથે ગેરવર્તણૂની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અર્ણવ ગૌસ્વામી ના પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે. અર્ણવ ગૌસ્વામી સામે હાલમાં મોટો મામલો આત્મહત્યાના દુષપ્રેરણનો છે જેમાં જમીન લેવા માટે આજે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. પરંતુ જામીન મળ્યા બાદ પણ અર્ણવ ગૌસ્વામી સામે મુશ્કેલીઓ તો એક બાદ એક ઉભી જ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને એમના માતા કુમુદ નાઇકે આત્મહત્યા કરી હતી. એ કેસમાં બુધવારે સવારે અર્ણવ ગોસ્વામીની મુંબઈસ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આત્મહત્યા કરનાર ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકે અર્ણવ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતેશ સારદાએ 5.40 કરોડની ચૂકવણી નહીં કરી હોવાનો અને તેને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો આરોપ પોતાની સ્યુસાઇડ નોટમાં કર્યો હતો. આ કેસમાં ફિરોઝ અને નીતેશ બે અલગ અલગ કંપનીઓના માલિક છે.