GujaratPolitics

ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલામાં મોટો ખુલાસો, ભાજપ સમર્થકો પર આ મોટો આરોપ!

ગુજરાતમાં આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવારે રાત્રે ખેરગામમાં જાનલેવા હુમલો થયો હતો. આ હુમલામાં અનંત પટેલને માથામાં ઈજા થઈ છે. આ હુમલો એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં તેમની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી. નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાંસદાન ખૂબ જ લોકપ્રિય અને લોકોના નેતા તરીકેની છાપ છે ધારાસભ્ય અનંત પટેલની જેના કારણે પોલીસને સ્થળ સ્થિતિને કાબુમાં લેવામાં તકલીફ પડી હતી.

વાંસદા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ આદિવાસી આંદોલન ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ તેમના સમર્થકોએ તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યુ હતું. જે બાદ હિંસાત્મક માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તેમાં પટેલને હુમલામાં ઘાયલ થયેલા અને તેમના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે. તેઓ હાલ સારવાર હેઠળ છે.

ધારાસભ્ય પટેલના સમર્થકોએ જણાવ્યું હતું કે નવસારીના ખેરગામ ગામની મુલાકાત વખતે ધારાસભ્ય પર હુમલો થયો હતો. પટેલ તેમની કારમાં હતા ત્યારે લગભગ 50 લોકોના ટોળાએ તેમનું વાહન અટકાવ્યું અને હુમલો કરવાનું શરૂ કર્યું. તેઓએ કારનો કાચ તોડી નાખતા ધારાસભ્ય અનંત પટેલને માથામાં ઈજા થઈ હતી. ખેરગામમાં હુમલા બાદ ધારાસભ્ય પટેલ ખેરગામમાં સ્થળ પર જ ધરણા પર બેઠા હતા. જેના પગલે તેમના સમર્થકોએ પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

આ દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાત્મક ઘટનાઓ પણ બની હતી. પટેલે કહ્યું હતું કે “ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જે કોઈ અવાજ ઉઠાવે છે તેને મારવામાં આવે છે અને જેલમાં મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે હુમલા દરમિયાન મને જાતિવાદી અપશબ્દો આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, તમે નેતા બની રહ્યા છો, અહીં એક પણ આદિવાસીને ચાલવા નહીં દઈએ. અનંત પટેલ પાર થયેલા હુમલાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

પેટા ચૂંટણી, ભાજપ નેતા, અશોક ગેહલોત, રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

આ ઘટના બાદ ધારાસભ્ય અનંત પટેલ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં તેમણે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહિર અને તેમના સહયોગી રિંકુ આહિર પર તેમજ તેમના જૂથના અન્ય સભ્યો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પટેલે કહ્યું, “ભીખુ આહિરે મારા પર હુમલો કર્યો જ્યારે તેના ભત્રીજાએ મારી કારનો કાચ તોડી નાખ્યો. હુમલો કરનારા લગભગ 50 લોકો હતા.” ગુજરાતના નવસારીના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “ફરિયાદ નિયમ મુજબ દાખલ કરવામાં આવી છે.” શનિવારે રાત્રે પ્રદર્શનકારીઓએ એક દુકાનને આગ ચાંપી દીધી હતી અને ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડમાં તોડફોડ કરી હતી.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!