
પંજાબના મોહાલીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોહાલીની જાણીતી ખાનગી યુનિવર્સિટી MMS કૌભાંડથી ચોંકી ઉઠી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે મોડી રાત્રે યુનિવર્સિટીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ શિમલામાં બેઠેલા તેના મિત્ર દ્વારા અન્ય વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. જેવી યુવતીઓને આ વાતની જાણ થઈ. યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હતો. વાતાવરણ તંગ બની ગયું હતું. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે કેટલીક છોકરીઓની તબિયત લથડી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધી.

મોહાલીના SSP વિવેક શીલ સોનીએ કહ્યું કે યુનિવર્સિટી MMS કેસમાં હવે અમે આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે જે પણ માહિતી અને વીડિયો છે તેની અમે ફોરેન્સિક તપાસ કરાવી રહ્યા છીએ. પંજાબ સરકારે ચંદીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના એમએમએસ બનાવવાની તપાસના આદેશ આપ્યા છે. આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું તમને બધાને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરું છું.
આરોપી યુવતીની ધરપકડ, યુનિવર્સિટીએ નિવેદન જાહેર કર્યું. વિદ્યાર્થિનીઓનો વાંધાજનક વીડિયો બનાવનાર આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. ચંદીગઢ યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા વાંધાજનક વીડિયો શૂટ કરવા અંગેની તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. કોઈ પણ વિદ્યાર્થીનો કોઈ વિડિયો વાંધાજનક જોવા મળ્યો ન હતો, સિવાય કે એક છોકરી દ્વારા શૂટ કરાયેલ ખાનગી વિડિયો જે તેના બોયફ્રેન્ડ સાથે શેર કરવામાં આવ્યો હતો.
High-level inquiry ordered, appeal to all to avoid rumours, tweets Punjab CM Bhagwant Mann on #ChandigarhUniversity matter pic.twitter.com/BZnV4SDNvE
— ANI (@ANI) September 18, 2022
આ મામલે તપાસ કરી રહેલી પોલીસે શું કહ્યું?
મોહાલીના SSP વિવેક શીલ સોનીએ કહ્યું કે યુનિવર્સિટી MMS કેસમાં હવે અમે આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે જે પણ માહિતી અને વીડિયો છે તેની અમે ફોરેન્સિક તપાસ કરાવી રહ્યા છીએ. અમે અત્યાર સુધી કરેલી તપાસમાં સ્પષ્ટ થાય છે કે જે વીડિયો છે તે તેનો જ છે, તે સિવાય અન્ય કોઈનો વીડિયો નથી. તેમણે કહ્યું, “આ મામલામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો સિવાય અન્ય કેટલાક વીડિયો બનાવવામાં આવ્યા છે, આ વાત સંપૂર્ણપણે ખોટી છે. અમારી તપાસમાં આવો કોઈ અન્ય વીડિયો સામે આવ્યો નથી. અમારી તરફથી FIR નોંધવામાં આવી છે. હા, અમે એક વિદ્યાર્થીની ની ધરપકડ પણ કરી છે.”

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો ચંદીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલનો છે. આરોપ છે કે એક છોકરી હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ નાહતી વખતે તેનો વીડિયો બનાવતી હતી. શનિવારે રાત્રે વિદ્યાર્થીનીઓએ વીડિયો બનાવતી વખતે યુવતીને પકડી લીધી હતી. એવો પણ આરોપ છે કે આરોપી યુવતીએ પહેલા વીડિયો બનાવ્યો, પછી તે વીડિયો તેના મિત્રને મોકલ્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આરોપી યુવક ઝડપાયા બાદ યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હતો. છોકરીઓએ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક છોકરીને હાર્ટ એટેક આવ્યો. આ પછી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.



