માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને જનવિરોધી, અભિમાની અને નિરંકુશ પાર્ટી કહી
બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી એ કહ્યું કે, ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ વિરુદ્ધ એક કારગર રણનીતિ બનાવવી પડશે, આ માટે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશની સમાજ વ્યવસ્થા,સામજિક અને આર્થીક ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે.
માયાવતીએ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણી ને સંબોધન કરતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નિશાન સાધ્યું અને કહ્યું જનતાની નજરમાં ભાજપ જનહિત, જનકલ્યાણ અને દેશહિત વગેરેની વિરુદ્ધ એક જનવિરોધી નિરંકુશ પાર્ટી અને સરકાર બનીને ઉભરી રહી છે, બસ આજ કારણે ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દુર રાખવી ખુબજ જરૂરી થઇ ગયું છે.
માયાવતીએ કહ્યું કે, કર્ણાટકમાં ગઢબંધનના સારા પરિણામ આવી રહ્યા છે, હરિયાણામાં બીએસપી અને ઈનેલો ગઢબંધન ખુબજ ઝડપથી રાજકીય મજબૂતાઈ બનાવી રહ્યું છે જેનાથી બીજેપી ચિંતામાં છે. આવનારા વિધાનસભા અને લોકસભામાં ભાજપા વિરુદ્ધ એક કારગર રણનીતિ બનાવીશું, અને આ સંબંધમાં બીએસપીનું શીર્ષ નેતૃત્વ બીએસપી મુવમેન્ટ ના ભવિષ્યની સાથે સાથે દેશની રાજનીતિ, સમાજ વ્યવસ્થા,સામજિક અને આર્થીક ભવિષ્ય ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે અને જયારે આ બાબતની રણનીતિ પરિપક્વ થશે ત્યારે સાર્વજનિક જાહેરાત કરવામ આવશે.
ગઢબંધનનું સમ્માન જરૂરી
બહુજન સમાજ અધ્યક્ષા માયાવતી એ કાર્યકરોને ચીમકી આપી અને જણવ્યું કે રાજનૈતિક ગઢબંધન કે સમજુતીના સંબંધમાં પાર્ટી હાઈકમાન્ડ પાસે સંપૂર્ણ અધિકાર સુરક્ષિત છે જેનું સમ્માન કરવું જરૂરી છે.
માયાવતીએ બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને નેશનલ કોર્ડીનેટર જયપ્રકાશ સિંહ ને પાર્ટી માંથી નિષ્કાષિત કાર્યની જાહેરાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે જાયપ્રકાશ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે અસભ્ય અને અભદ્ર ટીપ્પણી કરી હતી અને રાહુલ ગાંધીને વિદેશી કહ્યા હતા.