GujaratPolitics

મોટા સમાચાર: ગુજરાત રાજકારણમાં પ્રવેશને લઈ નરેશ પટેલ લેશે આ અંતિમ નિર્ણય!

ગુજરાત ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ માં ખેંચતાણ વધી રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને રાજીનામું અપાવી ભાજપ માં જોડી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. કેજરીવાલ પણ વારંવાર ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આગામી 10 મી મે ના રોજ રાહુલ ગાંધી પણ ગુજરાત ની મુલાકાતે છે. પરંતુ આ તમામ ઘટનાઓ વચ્ચે એક જ સળગતો સવાલ છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે? આ સવાલ છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતના રાજકારણને ગરમાયેલું રાખ્યું છે એટલું જ નહીં થોડા થોડા દિવસે થતી નરેશ પટેલની રાજકીય મુલાકાતો તેમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસ ના નેતાઓ અવારનવાર નરેશ પટેલની મુલાકાત લઈ રહ્યા છે અને ભાજપ નેતાઓ પણ વારંવાર નરેશ પટેલની મુલાકાત લઈ રહ્યા છે.

ફોટો: સોશિયલ મીડિયા

આ વખતે થોડી રાજકીય હુંસાતુંસી વધી છે કારણ ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે આંગળીના વેઢે ગણાય એટલા મહિનામાં યોજાઈ શકે છે. ભાજપ નરેશ પટેલ ને પોતાની પાર્ટીમાં જોડવા માટે એડીચોટી નું જોર લગાવી રહી છે ભલે બહાર કહે કે ભાજપ ને કોઈ ફરક પડતો નથી પરંતુ ભાજપ દ્વારા વારંવાર પોતાના નેતાઓ ને નરેશ પટેલ ની મુલાકાતે મોકલી યેનકેન પ્રકારે નારેધ પટેલ કોંગ્રેસ માં ના જાય તે માટે ના પ્રયાસો કરી રહ્યું છે. ભાજપ પણ ઈચ્છે છે કે નરેશ પટેલ કોંગ્રેસ માં ના જાય અને ભાજપ માં આવે અથવા તટસ્થ રહે. જેનું એક માત્ર કારણ એ છે કે જો નરેશ પટેલ કોંગ્રેસ માં જાય તો ભાજપ ને સૌથી મોટું નુકસાન થાય એમ છે. અને એ નુકશાન એટલું મોટું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર પણ ડામાડોળ થઈ જાય તેમ છે. એટલે ભાજપ રાત દિવસ એક જારી રહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસ માં જોડાય નહીં.

ફોટો: સોશિયલ મીડિયા

ત્યારે હવે ખુદ નરેશ પટેલ પોતાને ગુજરાતના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની અટકળોને આજે વિરામ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલના ગુજરાતના સક્રિય રાજકરણમાં પ્રવેશ અંગેની અનેક અફવાઓ ઉડી રહી છે પરંતુ નરેશ પટેલ ‘સમાજ કહેશે એમ કરીશ’ કહીને સર્વેના પરિણામો પર નિર્ણય છોડતા હતાં.જ્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નરેશ પટેલ આ તમામ સર્વેના તારણો અને નિર્ણય અને પોતાની રાજકીય કારકીર્દી અંગે આજે પ્રેસ વાર્તા કરીને સમગ્ર બાબતે સ્પષ્ટ ખુલાસો કરશે. ગઈ કાલે પાટીદાર સમાજના અગ્રણીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં આ બાબતે ચર્ચા વિચારણા પણ થઈ હતી જે બાદ આજે નરેશ પટેલ સમગ્ર બાબતો પરથી પરદો ઉઠાવશે.

ફોટો: સોશિયલ મીડિયા

વચ્ચે ચર્ચા એ જામી હતી કે નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ સાથે અને પ્રશાંત કિશોર કેંદ્રમાં કોંગ્રેસના સરથી બનશે પરંતુ પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે સહમતી સધાઈ નહીં અને નરેશ પટેલનું ગુજરાત કોંગ્રેસ સાથે જોડાવવાબબટે કોકડું ગૂંચવાઈ ગયું. હવે એ નક્કી થઈ ગયું છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાશે નહીં ત્યારે હવે જોવું રહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાય છે કે કેમ? અને જો જોડાય છે તો પ્રશાંત કિશોરનો રોલ શું હશે? પરંતુ બીજી તરફ એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ કે અન્ય કોઈ પણ સાથે જોડાશે નહિ એટલે કે રાજકારણમાં પ્રવેશ નહીં કરે પરંતુ સમાજ માટે કામ કરતાં રહેશે. એટલે કે ગુજરાતના સક્રિય રાજકારણમાં પ્રવેશ નહીં કરે. જો આમ થાય તો તેનો સૌથી મોટો ફાયદો ભાજપ ને થાય અને સૌથી મોટું નુકસાન કોંગ્રેસ ને થાય.

ફોટો: સોશિયલ મીડિયા

હવે જોવું એ રહ્યું કે નરેશ પટેલ આજે પ્રેસ વાર્તા કરીને શું ખુલાસા કરે છે. ગુજરાતના સક્રિય રાજકારણમાં આગમન કરે છે કે આવતાં પહેલાં જ વિદાય લે છે! સાથે સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે નરેશ પટેલ સાથે પ્રશાંત કિશોર નો રોલ શું રહેશે. કારણ કે પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે ગાઢ મિત્રતા છે અને કહેવાય છે કે આજે નરેશ પટેલ દ્વારા યોજાનારી પ્રેસ વાર્તા માં પ્રશાંત કિશોરની સૂચક હાજરી પણ હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો આજે વિરામ આવે તેવી શક્યતા છે. અને નરેશ પટેલના નિર્ણય સાથે જ ગુજરાતની ચૂંટણી બાબતે મોટો રાજકીય ભૂકંપ પણ સર્જાશે. આજે દરેક રાજકીય પાર્ટીનું ધ્યાન નરેશ પટેલની પ્રેસવાર્તા પાર ટકેલું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!