કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય બાદ ફરી ભારત સરકાર મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. જે અંગે આજે વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવી એ ઐતિહાસિક પગલું છે જે અંગે આ પહેલાની સરકારોએ પણ પ્રયત્નો કર્યા હતાં પરંતુ સફળતા નરેન્દ્ર મોદી સરકારને મળી જે ભારત માટે ગર્વની વાત છે. કાશ્મીરમાં પછડાટ બાદ પાકિસ્તાન દ્વારા ભારતને રોજ અવનવી ધમકીઓ આપવામાં આવતી હતી ક્યારેક યુદ્ધની ક્યારેક પરમાણુ યુદ્ધની તો ક્યારેક વાર્તાલાભ અને વ્યાપાર બંધની પરંતુ ભારત પર તેની કોઈજ અસર થઈ નોહતી.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા કાશ્મીર પર મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે, કાશ્મીર સાથે સાથે પીઓકે પણ ભારતનું જ અભિન્ન અંગ છે. અમને આશા છે કે ટૂંક સમયમાં જ પીઓકે ભારતનો ભૌગોલિક ભાગ હશે. આર્ટિકલ 370 એ દ્વિપક્ષીય મુદ્દો નથી આ એક આંતરિક મુદ્દો છે. વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાકિસ્તાન પહેલાજ કાશ્મીર બાબતે પછડાટ ખાઈને જમીન ખોઈ બેઠું છે ત્યારે ભારતની આ રણનીતિ પાકિસ્તાનમાં મોટી ઉથલપાથલ કરશે નક્કી છે.

ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાનના વડાપ્રધાન અને મંત્રીઓ દ્વારા રોજ બરોજ ભારતને ધમકીઓ આપવામાં આવી રહી છે. અમે ક્યાંકને ક્યાંક ભારતને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ભારતના નેતાઓ પણ પાકિસ્તાનને ધમકીઓ આપી રહ્યા છે જેના કારણે પાકિસ્તાન પાણીમાં બેસી ગયું છે. ભારતની મુખ્ય વિપક્ષી ઓરતી કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ પાકિસ્તાન તરફથી વધી ગયેલા ધમકીના સુરને બેસાડવા માટે પાકિસ્તાનને શાનમાં સમજી જાવા માટે જણાવ્યું હતું.

કોંગ્રેસનેતા શશી થરૂરે કહ્યું હતું કે અમે અંદર ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની નિતીરીતિનો વિરોધ કરીએ પરંતુ બહાર અમે એક જ છીએ. પાકિસ્તાનને એક ઇંચ પણ કાશ્મીર નહીં આપીએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ત્યારે કોંગ્રેસનેતા અને સુપ્રીમકોર્ટમાં સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પણ પાકિસ્તાનને શાનમાં સમજી જવાની ચેતવણી આપી હતી. બીજી તરફ ભાજપની સહયોગી પાર્ટી શિવસેના ના નેતા એ કહ્યું હતું કે, આખુ કાશ્મીર હિન્દુસ્તાનનું છે અને 2022 સુધી પાક અધિકૃત કાશ્મીર (POK) પણ ભારતમાં સામેલ થઇ જશે.

ત્યારે પીઓકે બાબતે વધારે તુલ પકડતા વિદેશમંત્રી એસ.જયશંકર પહેલા પણ કેબિનેટ મિનિસ્ટર જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અમારો (સરકારનો) હવે પછીનો એજન્ડા પીઓકેને પુન: પ્રાપ્ત કરી જમ્મૂ કાશ્મીરના અંતર્ગત લાવવાનો છે. કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવી સરકારનું સૌથી મોટું કામ છે. ભારતીય નેતાઓના નિવેદન બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અને જે પાકિસ્તાનનો રોજ નવી ધમકીઓ સાથે સવાર પડતી હતી તે પાકિસ્તાન હવે ભારતની એક નવી ધમકી સાથે રાત્રે સુઈ રહ્યું છે.



