
છેલા ઘણા સમયથી ન્યુઝ ચેનલો માં એક બીજાને પછાડવાની અને કોણ સૌથી ઝડપી સમાચાર બતાવે છે તેની હોડ લાગી છે. તમે જોતા હશો કે લગભગ દરેક ન્યુઝ ચેનલ પોતાને નંબર વન બતાવે છે ના માત્ર ભારતમાં પણ આવું વિદેશોમાં પણ થતું જ હોય છે. તો ગુજરાતમાં પણ ન્યુઝ ચેનલોમાં આવી હોડ લાગેલી છે. એવી જ રીતે હિન્દી ન્યુઝ ચેનલો તો પાચલ ક્યાંથી રહે. પણ આવી હોડમાં જનતાને ખોટું અને ઉતાવળિયું પીરસાઈ જાય છે એ બાબતે ન્યુઝ ચેનલો અજાણ હોય છે અથવા તો જાણવા છતાં અવગણના કરે છે. આમાં જ અર્ણબ ગોસ્વામી ની પણ મુશ્કેલીઓ વધી છે.

આવું જ કઇંક પોતાને સૌથી વધારે જોવાતી ન્યુઝ ચેનલ સાથે બન્યું છે.મુંબઈ પોલીસ દ્વારા એક મોટા રેકેટનો પર્દાફાર્શ કર્યો છે. જેમાં ખુબ જ ચર્ચિત રિપબ્લિક ન્યુઝ ચેનલ જેના માલિક અને સંસ્થાપક અર્ણબ ગોસ્વામી છે તે સવાલોના ઘેરામાં આવી ગયા છે. મુંબઈ પોલીસ દ્વારા નકલી ટીઆરપી કૌભાંડ નો ખુલાસો કર્યો છે જેમાં રિપબ્લિક નું નામ પણ શામેલ છે. હવે રીપબ્લીકના સ્થાપક અને માલિક અર્ણબ ગોસ્વામી પર કાયદાનો સકંજો કસાય એમાં કોઈ નવાઈની વાત નથી.

મુંબઈ પોલીસે ન્યુઝ ચેનલોની ટીઆરપીની હેરાફેરી થઈ હોવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે આ માહિતી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મામલામાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં ટીઆરપીને માપવા માટે લગાવવામાં આવતા મીટર એજન્સીના એક પૂર્વ કર્મચારી પણ શામેલ છે. પત્રકાર પરિષદ દરમિયાન મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું કે બે ચેનલોના માલિકની ધરપકડ થઈ ચૂકી છે.

મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે કહ્યું હતું કે તપાસમાં રિપબ્લિક ટીવીમાં કામ કરતા લોકો અથવા તે કંપનીના ડિરેક્ટર-પ્રમોટરો પણ આમાં સંડોવાયેલા હોવાની સંભાવના છે. આગળની તપાસ તે મુજબ જ કરવામાં આવશે. કમિશનરે કહ્યું કે, રિપબ્લિક ટીવીના પ્રમોટરો-ડિરેક્ટર અથવા જે લોકો આમાં જોડાયેલા છે તેમની સામે તપાસ ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં સમન્સ પણ બજ્વાય અને ફરીથી રીપ્બીક ચેનલના માલિક અર્ણબ ગોસ્વામી ને પોલીસ સ્ટેશન હાજરી આપવી પડી શકે છે.

મુંબઈ પોલીસ વડાએ કહ્યું કે ટેલિવિઝન પર જાહેરાત કરવી કરોડોની રમત છે. જાહેરાતકારોની પણ પૂછપરછ કરવામાં આવશે. મુંબઈ પોલીસ કમિશનરે એમ પણ કહ્યું છે કે ચેનલોના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. બનાવટી ટીઆરપીના આધારે મળેલી જાહેરાતોને ગુનાનો એક ભાગ માનવામાં આવશે. આ તપાસમાં રિપબ્લિક ન્યુઝ ચેનલ ના ખાતાની પણ તપાસ થશે જેથી અર્ણબ ગોસ્વામી ની મુશ્કેલીઓ વધી શકે છે.

પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે હંસા નામની એજન્સીના પૂર્વ કર્મચારીઓએ કોઈ ખાસ ચેનલ પાસેથી પૈસા લીધા હતા અને દર્શકોને તે ચોક્કસ ચેનલ જોવા માટે સોદાની ઓફર કરી હતી. ઝડપાયેલા શખ્સ પાસેથી બે લાખ રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે. બાકીની તપાસ ચાલુ છે. ચાલો તમને જણાવી દઈએ કે ટેલિવિઝનની ટીઆરપીને માપવાનું કામ BARC નામની એજન્સી કરે છે. BARC એ આ કામ હંસા નામની એજન્સીને આપ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે ટીઆરપી દ્વારા જ, જાણવા મળે છે કે કેટલા લોકો કોઈ ચોક્કસ ચેનલ અથવા તેના વિશેષ પ્રોગ્રામને જોઈ રહ્યા છે. તેથી ચેનલની લોકપ્રિયતા અંગે અંદાજો લગાવી શકાય છે. જે બાબતે દરેક ચેનલો વછે હોડ જામી હોય છે. અને ટીઆરપીના જ કારણે ચેનલો ને જાહેરાતો મળે છે અને તેમાંથી ચેનલોને મોટી કમાણી થાય છે. અને જો ટીઆરપી વધારે હોય એટલે કે અન્ય ચેનલો કરતા વધારે હોય તો મોહ માંગી રકમ જાહેરાત આપનારા લોકો પાસેથી મળે છે. જે મોટો ધંધો બની ગયો છે.