
દક્ષિણ ભારતના વિવાદાસ્પદ અને પોતે જ સંત મહાત્માની પોતાને ઉપાધિ આપીને બની બેઠેલા ગુરુ સ્વામી નિત્યાનંદ અનેક વિવાદોમાં સપડાયા છે. તેમની પર પોલીસના ચોપડે કેટલાય કેસો છે. પોતાના અનુયાયીઓ સમર્થકો અને ફોલોવર્સ સાથે કામલીલા માટે આ નકલી સ્વામી કુખ્યાત છે. જેલની હવા પણ ખાઈ આવેલા નકલી બાબા હજુ સુધરતા નથી અને અંધશ્રધ્ધાળુ અનુયાયીઓના રૂપે આ બાબાને હજુ તેનો શિકાર મળતો રહે છે. પરંતુ આવખતે આ સ્વામી ગુજરાતમાં પોતાનો પગપેસારો કરવા માંગતો હતો અને અમદાવાદમાં આશ્રમ સ્થાપતાની સાથે જ બે યુવતીઓ ગાયબ થઈ છે. જેના મામલે પોલીસ તપાસ કરી રહી છે.

તામિલનાડુના આ નકલી અને બનાવટી ગુરુ સ્વામી નિત્યાનંદનો આશ્રમ અમદાવાદ શહેરને અડીને આવેલા હિરાપુરમાં આવેલો છે જે હાલમાં વિવાદનો મધપૂડો છે. જાણીતી અને નામી સ્કૂલ ડીપીએસના કેમ્પસમાં આ આશ્રમ આશરે 10 મહિના પહેલા શરૂ થયેલો. અને વિવાદની શરૂઆત થયેલી અમદાવાદના આ આશ્રમમાં બેંગ્લોરથી આવેલ દંપતીની બે દિકરીઓને જબરદસ્તી ગોંધી રાખી તેમની પર બળાત્કાર કરાયાનો આરોપ આ નકલી ગુરુ સ્વામી નિત્યાનંદ પર લગાવવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ દ્વારા નિત્યનંદની પૂછપરછ માટે તપાસ હાથ ધરી છે પણ નિત્યાનંદ મળી આવેલ નથી.

આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં આશ્રમ પણ ગેર કાયદેસર ચાલતો હોવાનું બહાર આવ્યું છે. આશ્રમમાં ગેરીતિઓ પણ થઈ રહી છે તે ધ્યાને આવતા તંત્ર જાગૃત થયું છે અને યુવતીના ગાયબ થવા અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મહિલા આયોગ અને બાળ આયોગને સુપ્રત કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા નિત્યાનંદની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ નિત્યાનંદની ક્યાંય ભાળ મળી નથી અને તેની સાથેની બે સાધ્વીઓ મળી આવી છે. આ લંપટ સ્વામી દેશ બહાર ભાગી ગાયો છે. અને ફેસબુક દ્વારા તે તેના અનુયાયીઓ સાથે વાતચીત શેર કરે છે.

લંપટ નિત્યાનંદ વિશે નવો ખુલાસો સામે આવ્યો છે નિત્યાનંદ 2018માં મળેલા જામીનનો લાભ લઈને દેશમાંથી ફારાર થઈ ગયો છે અને હાલમાં આ લંપટ નિત્યાનંદે પોતાનો અલગ દેશ બનાવી લીધો છે અને તેનો પાસપોર્ટ અને ધ્વજ પણ જાહેર કર્યો છે. ઇકવાડોર પાસેથી પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદીને નિત્યાનંદે એક દેશ બનાવી લીધો છે. આ દેશનું નામ કૈલાસ નામ આપ્યું છે અને અંગ્રેજી, તામિલ અને સંસ્કૃત ભાષાઓ દેશની મુખ્ય ભાષા હશે. આ ઉપરાંત દેશનો અલગ પાસપોર્ટ હશે અને દેશમાં રિઝર્વ બેંક જેવી બેંક પણ અસ્તિત્વ ધરાવશે. આ દેશની અર્થવ્યવસ્થા ધાર્મિક અર્થવ્યવસ્થા હશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

આ પહેલા પણ તામિલનાડુનો આ બોગસ ગુરુ સ્વામી નિત્યાનંદ સાઉથની અભિનેત્રી સાથેના સેક્સ સીડીકાંડને કારણે ઘેરઘેર જાણીતો થયો હતો. પહેલા પણ સાધ્વી સાથે પણ તેના સેક્સ કાંડ જાહેર થયેલા છે. સેક્સ સીડીકાંડને કારણે મોટો વિવાદ સર્જાયો હતો. આ કાંડ નિત્યાનંદના બેંગલુરુ સ્થિત આશ્રમમાં બન્યો હતો જેમાં આ લંપટ નિત્યાનંદ એક સાધ્વી સાથે કામલીલા કરતો નજરે ચડ્યો હતો અને આ કામલીલાની સીડી બની હતી જે જાહેર થઈ ગઈ હતી. સેક્સ સીડી બાદ નિત્યાનંદને જેલની સજા થઇ હતી. નિત્યાંનદ સામે બળાત્કાર જેવો ગંભીર આરોપ પણ છે.
- આ પણ વાંચો…
- તો શું પક્ષપલટુઓની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઈ જશે?? જાણો!
- મહારાષ્ટ્ર ભાજપમાં મોટું ભંગાણ! સમર્થકોની બેઠક બોલાવી કહ્યું 10 દિવસમાં નિર્ણય લઈશ. જાણો!
- ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુસીબતો શરૂ! જાણો!
- ફડણવીસ સરકાર પાડવામાં અને અજિત પવારને પાછા લાવવામાં શરદ પવાર ની નહીં પણ આ વ્યક્તિની છે મોટી ભૂમિકા! જાણો!
- શરદ પવાર નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અમિત શાહ પવારની આ ફેંકેલી જાળમાં ફસાઈ ગયા! જાણો!