GujaratPolitics

અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ રાધનપુરમાં મતદાન કરી શકશે નહીં! જાણો!

ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકો પર આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ દેશના મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યો સાથે પેટા ચુંટણી યોજાઈ રહી છે. ના માત્ર ગુજરાતની પરંતુ દેશના અલગ અલગ રાજ્યોની 118 જેટલી વિધાનસભા બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. તમે આ વાંચતા હશો ત્યાં સુંધી મતદાન પણ શરુ થઈ ગયું હશે. ગુજરાતની તમમાં બેઠકો કરતાં સૌથી વધારે હાઇપ્રોફાઇલ ગણો કે ચર્ચાસ્પદ બેઠક ગણો તો રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક છે. આ બંને બેઠક એટલે પણ ચર્ચામાં છે કે, બંને બેઠકના ભાજપના ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પહેલા કોંગ્રેસમાં હતાં અને કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં તો રોષ છે જ છે પરંતુ ભાજપમાં પણ આયાતી અને પેરાશૂટ ઉમેદવાર તરીકે પણ કાર્યકરોમાં રોષ છે. બંને સીટ પર રસાકસીનો માહોલ છે. હાર જીતનું અંતર પણ વધારે નઈ હોય તેવું રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લાગવવામાં આવ્યું છે તેમાં પણ ખાસ રાધનપુર અને બાયડ બેઠક પર. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે તમામ ઉમેદવારોના ભાવિ એવીએમમાં શીલ થઈ જશે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે સૂત્રો તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં રાધાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ ખુદ તેમની ચુંટણીમાં પોતાને જ મત આપી શકશે નહીં. સૂત્રો મુજબ બંને ઉમેદવારોના નામ રાધનપુરના વોટર લિસ્ટમાં ના હોવાના કારણે બંને ઉમેદવારો પોતાને જ મત આપી શકશે નહીં. અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ અમદાવાદમાં રહે છે અને તેમનું વોટર તરીકેનું રજિસ્ટ્રેશન પણ અમદાવાદમાં થયેલું છે. એટલે કે તેઓ અમદાવાદના વોટર છે રાધનપુરના નહીં. રાધનપુર માટે બંને આયાતી ઉમેદવાર છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર રાધનપુરની જનતા માટે આયાતી ઉમેદવાર છે. એટલે કે રાધનપુરના વોટર નથી એટલે ત્યાં વોટ કરી શકશે નહીં. અને પોતાની જ ચુંટણીમાં પોતાને જ મત આપી શકશે નહીં. આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ શરી થઈ ગયું છે. અને આજે સાંજે બંનેના ભાવિ ઇવીએમમાં શીલ થઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે જનતા કોને ચૂંટે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!