IndiaPolitics

અરવિંદ કેજરીવાલ રમ્યા મોટો દાવ! ભાજપને મોટો ફટકો! શાહની રણનીતિ થશે ફેલ?!

દિલ્હીમાં દારૂ કૌભાંડની તપાસ વચ્ચે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર રાજધાનીમાં ઓપરેશન લોટસ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ભાજપે સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સીબીઆઈના દરોડા ભાજપના ષડયંત્રનો ભાગ હતા. કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ગેરકાયદેસર દારૂ વેચાતો નથી. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ‘સરકાર બનશે તો દારૂબંધી ચાલુ રાખશે’. દિલ્હીમાં દારૂ કૌભાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે રાજધાનીમાં બીજેપીનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું હતું.

ગુજરાત કોંગ્રેસ, કેજરીવાલ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

સરકાર પાડી દેવા માટે રેડ પાડવામાં આવી: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું. મતલબ કે સીબીઆઈ ઈડીના દરોડાને દારૂની નીતિ અને ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી? આ દરોડા માત્ર દિલ્હીમાં ‘આપ’ સરકારને તોડવા માટે જ પાડવામાં આવ્યા હતા? જેમ કે તેઓએ અન્ય રાજ્યોમાં કર્યું છે. હવે સીએમનું આ નિવેદન મહત્વનું છે કારણ કે મનીષ સિસોદિયાએ સોમવારે સૌથી પહેલા મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો સરકાર પાડી નાખવામાં આવશે, તો તેમના પરના તમામ આરોપો પાછા ખેંચી લેવામાં આવશે.

પરંતુ અરવિંદ કેજરીવાલ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોની મિટિંગ બોલાવી અને પોતાની સરકાર સુરક્ષિત છે તે સાબિત કર્યું. પરંતુ હજુ પણ કેટલાક ધારાસભ્યો અરવિંદ કેજરીવાલ દ્વારા બોલાવવામાં આવેલી મિટિંગમાં હાજર રહ્યા નોહતા. બસ એજ બાબતે દિલ્લી ભાજપ સંગઠન ગેલમાં આવી ગયું છે. જે બાબતે તમામ ભાજપ નેતાઓની અરવિંદ કેજરીવાલ દ્વારા બોલતી બંધ કરી દેવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ દ્વારા તમામ ધારાસભ્યોને દિલ્લીમાં હાજર થઈ જવા માટે આદેશ આપ્યા છે. કેજરીવાલ ના આદેશ આપતાંની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઉપરાંત કેજરીવાલ દ્વારા એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જે જાહેરાત બાદ ભાજપ ની રણનીતિ ફેલ થયેલી જોવામાળી છે. અરવિંદ કેજરીવાલ ની જાહેરાત બાદ આમ આદમી પાર્ટી અને દિલ્લી સરકાર માટે સોમવાર નો દિવસ મહત્વનો છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આવતી કાલે એટલે કે, 29 ઓગસ્ટે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ ની જાહેરાત બાદ સમગ્ર દેશની રાજનીતિમાં આશ્ચર્ય સર્જાઈ ગયું છે. કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ભાજપ પણ અચંબિત થઈ ગયું છે. વિશ્વાસમત ના બહાને કેજરીવાલે ભાજપની રણનીતિ ઊંધી પાડી દીધી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા વિશ્વાસના મત માટે દિલ્હી વિધાનસભાના ખાસ સત્રને એક દિવસ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શુક્રવારે કેજરીવાલ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. વિશ્વાસ મત માટે કેજરીવાલ દ્વારા વિધાનસભાનું એક દિવસીય ખાસ સત્ર બોલવાયું હતું ને તે જ સમયે તેમણે પોતાની સરકાર માટે વિશ્વાસમત લેવાની જાહેરાત કરી દીધી હતી. જે બાદ ભાજપ ને મોટો આંચકો લાગ્યો હતો.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

કેજરીવાલ એક ચાલાક રાજનેતા છે એમને ખબર છે કે, એક વાર વિશ્વાસનો મત લેવાય પછી છ મહિના સુધી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ ના લાવી શકાય. હાલમાં કેજરીવાલ પાસે તમામ ધારાસભ્યોનું સમર્થન છે અને આગામી છ મહિના માં અન્ય રાજ્યોમાં ચૂંટણી આવે છે એટલે છ મહિના બાદ ભાજપ ચૂંટણીમાં વ્યસ્ત થઈ જશે એટલે કેજરીવાલ દ્વારા આ સ્ટેપ લઈને ભાજપની રણનીતિને ઊંધી પાડી દીધી. આમ કેજરીવાલ દ્વારા વિશ્વાસમત ની જાહેરાત કરીને આગામી છ મહિના માટે પોતાની સરકાર મજબૂત કરી નાખી છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આ પહેલા કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, “હવે દહીં, છાશ, મધ, ઘઉં, ચોખા વગેરે પર લાદવામાં આવેલ જીએસટી કેન્દ્ર સરકારને વાર્ષિક 7500 કરોડનો નફો લાવશે. અત્યાર સુધીમાં તેઓ સરકારોને પછાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચી ચૂક્યા છે. જો આ સરકારો ન પડી હોત તો ઘઉં, ચોખા, છાશ વગેરે પર GST લાદવામાં આવ્યો ન હોત. લોકોએ મોંઘવારીનો સામનો કરવો ન જોઈએ.” શુક્રવારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાત ચૂંટણી સુધી ખોટા કેસોનો સિલસિલો ચાલુ રહેશે. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે, “જે દેશ વિરોધી શક્તિઓ નથી ઈચ્છતી કે ભારતનો વિકાસ થાય, તેઓ દિલ્હી સરકારને પછાડવા માંગે છે. ગુજરાતની ચૂંટણી સુધી ખોટા કેસોનો સિલસિલો ચાલુ રહેશે. તેમણે 5500 કરોડમાં 277 ધારાસભ્યો ખરીદ્યા. આ પૈસા જનતાના ખિસ્સામાંથી ગયા. મિત્રોની લોન માફ કરવામાં આવી રહી છે અને જનતાનું લોહી ચૂસીને ધારાસભ્યો ખરીદવામાં આવી રહ્યા છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!