India

પોલીસે લાઇનમેનનું 6 હજારનું ચલણ કાપ્યું, લાઇનમેને પોલીસ સ્ટેશનમાં અંધારું કરી નાખ્યું!!

અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં, જ્યારે પોલીસકર્મીઓએ લાઇનમેનના વાહનનું ચલણ કાપ્યું અને દંડ કર્યો ત્યારે લાઇનમેને પોલીસ સામે બદલો લેવા માટે પોલીસ ચોકીની વીજળી જ કાપી નાખી! એટલું જ નહીં બાકી લેણું પણ બતાવ્યું અને ચુકવણી ના કરી હોવાના કારણે વીજળી કાપી નાખી તેમ કહ્યું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે લાઇનના પોલ પર ચડીને પોલીસ ચોકીની પાવર કટ કરતો જોવા મળી રહ્યો છે. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે લાઇનમેનનું રૂપિયા 6000નું ચલણ કાપ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શામલી કેથાના ભવન વિસ્તારમાં પાવર હાઉસમાં તૈનાત લાઇનમેન (કોન્ટ્રાક્ટ વર્કર) મહેતાબની બાઇકનું પોલીસકર્મીઓએ ચલણ કાપ્યું, મહેતાબને 6000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ લાઇનમેનનો પગાર માંડ માંડ 5000 રૂપિયા જ હતો. 6000 રૂપિયાના ચલણ કાપવા પાછળ પોલીસે જણાવ્યું હતું કે, મહેતાબ હેલ્મેટ વિના બાઇક ચલાવી રહ્યો હતો. જેના કારણે મહેતાબને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને ભવન પોલીસ સ્ટેશનમાં વીજળીનું બિલ બાકી હોવાથી તેણે ગુસ્સામાં આવીને પોલીસ સ્ટેશનની વીજળી કાપી નાખી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ સ્ટેશનમાં 56 હજાર રૂપિયાનું બિલ પેન્ડિંગ છે. હવે આ બાબતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનની પાવર ડિસ્કનેક્ટ કર્યા પછી, લાઇનમેને કહ્યું કે તેનો પગાર 5000 રૂપિયા છે અને 6000નું ચલણ કાપવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રિશિયન મહેતાબે જણાવ્યું કે તેણે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે હું લાઇન જોઈને જ આવી રહ્યો છું, હવેથી તે હેલ્મેટનું ધ્યાન રાખશે પરંતુ પોલીસકર્મીઓએ સાંભળ્યું નહીં અને વીજ વિભાગ વધારે બીલ મોકલે છે તેમ કહીને ચલણ કાપી નાખ્યું.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!