પ્રિયંકા ગાંધી એ કરી શહિદ જવાનના પરિવાર સાથે વાત જાણો શું કહ્યું!

14મી ફેબ્રુઆરી એ જમ્મુ કાશ્મીરના ફુલવામાં આતંકવાદીઓ દ્વારા જવાનોના કાફલા પાર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 44 જેટલા CRPFના જવાનો શહિદ થયા હતા. તેમના પરિવાર સાથે પ્રિયંકા ગાંધી એ સાંત્વના પાઠવવા માટે ટેલિફોનિક વાત કરી હતી.

14મી ફેબ્રુઆરીએ જ રાહુલ ગાંધીએ તેમના 14મી ની સાંજના અને 15મીના બધાય પ્રોગ્રામ રદ કારીનાખ્યાં હતા. બીજી બાજુ હાલમાજ ઉત્તરપ્રદેશની કમાન પ્રિયંકા ગાંધી અને જ્યોતિરદીત્યા ને સોંપ્યા બાદ તેઓ એ પણ તેમના બધાય પ્રોગ્રામ 2 દિવસ માટે રદ કરી નાખ્યા હતા.

પ્રિયંકા ગાંધી અને જ્યોતિરદીત્યા સિંધિયા તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજવાના હતા પરંતુ તે તેમણે 2 મિનીટનું મૌન પાળીને રદ કરી નાખી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના સહિયોગીઓ કોંગ્રેસ સાથે જોડવાના હતા. પરંતુ એવી કોઈ ઘોષણા આ પ્રેસ મીટ માં કરવાંમાં ના આવી માત્રને માત્ર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આવામાં આવી.

શ્રધ્ધાંજલિ આપતા પ્રિયંકા ગાંધી એ કહ્યું કે, અમારી પ્રાર્થના શહીદોના પરિવાર સાથે છે પોતાના વ્યક્તિને ખોવાનું દુઃખ દર્દ પોતે સમજે છે. સરકારે મજબૂત પગલાં ભરવા જોઈએ. આ દુઃખના સમયમાં અમારી સંવેદનાઓ શહિદ પરિવાર સાથે છે. આ દુઃખના સમયમાં હું શહીદ પતિવાર સાથે ઉભી છું.

વધુમાં તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે આવા સમયે રાજનીતિ કરવી જોઈએ. અને ત્યાર બાદ પ્રિયંકા ગાંધી જ્યોતિરદીત્યા સિંધિયા અને રાજ બબ્બર સાથે ઉભા થઈને મૌન પાળ્યું હતું. અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખી હતી.

ફુલવામાં આતંકવાદીઓના હુમલામાં શહિદ થયેલા ચંદોલીના અવધેશ યાદવના પરિવાર સભ્યો સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટેલિફોનિક વાત કરીને સાંત્વના આપી હતી.

પ્રિયંકા ગાંધી એ શહીદ જવાનના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે, આ દુઃખના સમયમાં હું આપની સાથે છું જયારે પણ આપને કોઈપણ જરૂર પડે કોઈપણ કામ હોય તો હું હાજર છું કાયમ માટે. તમે જ્યારે પણ મને મળવા માંગો ત્યારે હું આપને મળીશ અને હું ત્યાં આવીશ ત્યારે હું પણ આપણે મળીશ.

વધુમાં પ્રિયંકા ગાંધી એ શહીદના પરિવારને સાંત્વના આપતા જણાવ્યું હતું કે, મને આપના દુઃખનો અનુભવ છે મારા પિતા સાથે પણ આવુજ થયું હતું હું આપની હાલત સમજી શકું છું. તમારા પુત્રએ દેશ માટે જીવ આપ્યો છે અમે બધાય આપની સાથે છીએ. તમારે ક્યારેય પણ કોઈ કામ હોય તો મને જણાવી શકો છો.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે શહિદ અવધેશના અંતિમ સંસ્કાર બાદ ચંદોલીના જિલ્લા અધ્યક્ષને શહીદ વીર અવધેશના ઘરે મોકલ્યા હતા અને અને તેમના પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી હતી. અને તેમના પરિવારને દરેક રીતે મદદ કરવાનું વચન આપ્યું.

ઉલ્લેખનીય છે કે, અવધેશ યાદવ 45મી બટાલીયનમાં હતા. શનિવારે તેમનો પાર્થિવ દેશ તેમના ગામ પહોંચ્યો હતો. અવધેશના માતાને કેન્સર છે અને એમને હજુ સુંધી એવાતની જાણ નોહતી કે તેમનો પુત્ર શહીદ થઈ ગયો છે તે પોતાના પુત્રની રાહ દેખી રહ્યા હતા. પરંતુ આવી પુત્રનો નશ્વર દેહ. શહીદનો પાર્થિવ દેહ ગામ પહોંચતાની સાથેજ આખું ગામ દુઃખમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું.