IndiaPolitics

ધારાસભ્ય ના પુત્રને બળાત્કારના આરોપો વચ્ચે પાર્ટીમાંથી કાઢી મુક્યો! બેસાડ્યો દાખલો!

હાલમાં રાજકારણ એટલું સખત થઈ ગયું છે કે રાજકીય પાર્ટીઓ પોતાની આબરૂ ના જાય એટલર આરોપીઓને પણ સાચવે છે.અને પૂરતું પ્રોટેક્શન આપે છે. કેટલાક રાજ્યોમાં કેટલીક પાર્ટીઓ તો ગંભીર ગુનાનો આરોપી હોવા છતાં પણ ચૂંટણી લડાવે અને જીતળે અને મંત્રી પણ બનાવે છે. પરંતુ આ તમામ વચ્ચે કોંગ્રેસ દ્વારા એક ઉદાહર અને દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસની મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટી એ તેના એક નેતાને બળાત્કારના આરોપને કારણે પાર્ટીમાંથી બહાર નો રસ્તો બતાવ્યો છે. નેતા કોઈ નહીં પરંતુ ધારાસભ્ય નો પુત્ર છે!

ગુજરાત
ફોટો: સોશિયલ મીડિયા

આરોપી નેતા ધારાસભ્યનો પુત્ર છે અને તેને બળાત્કારના આરોપમાં છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા કડક કાર્યવાહી કરીને સમગ્ર દેશમાં દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. કરણ બદનગર કોંગ્રેસના ધારાસભ્ય મુરલી મોરવાલનો પુત્ર છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન સચિવ ચંદ્ર પ્રભાસ શેખરે સોમવારે કોંગ્રેસના સભ્ય કરણ મોરવાલને એક પત્ર જારી કરીને કહ્યું કે પાર્ટીએ તેમની સામેના આરોપોની તપાસ કરી છે અને પ્રાથમિક તપાસમાં તેમના પર લગાવવામાં આવેલ આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપ, મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath, કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

જો કે કોંગ્રેસ નેતા સામે ચાલી રહેલ આ કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે હાલ આ બાબતે કોઈ ટીકા ટિપ્પણી કરી નથી અને કરણ મોરવાલ ને કોંગ્રેસ પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે. કરણ બદનગર કોંગ્રેસના ધારાસભ્ય મુરલી મોરવાલના પુત્ર છે. કોંગ્રેસ દ્વાર બોલ્ડ નિર્ણય લેતા મધ્યપ્રદેશમાં પાર્ટી માટે લોકલાગણી ઉભી થઇ છે. અને દરેક લોકો કહે છે કે દરેક પર્ટીઓએ આ પરથી શીખ લેવી જોઈએ. આરોપીઓને રક્ષણ નહીં સજા કરાવવા પગલાં લેવા જોઈએ.

કમલનાથ, kamalnath,કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો
કરણ મોરવાલ સામે ચાલી રહેલા કેસ અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે વાત કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મીડિયાને જણાવ્યું કે, “પીડિતાએ લગભગ એક વર્ષ પહેલા આ કેસમાં આક્ષેપો કર્યા હતા અને બાદમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસ હવે આરોપીઓ સામે પગલાં લેવાનું ધ્યાને આવ્યું છે. આટલા લાંબા સમય પછી કેમ?” રાજકીય ટીકા ટિપ્પણી શરૂ થયા બાદ લોકો એ પણ પૂછ્યું કે એક વર્ષ પહેલાં આક્ષેપ થયાં હતાં તો સરકારે એક વર્ષ પહેલાં કેમ પગલાં ના ભર્યા!? મતલબ હવે મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાંગરમી વધવા લાગી છે.

ફરારી પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું
માહિતી અનુસાર, પોલીસ અધિકારીઓએ ઓક્ટોબર 2021માં ઉજ્જૈનના મક્સીથી કરણ મોરવાલની ધરપકડ કરી હતી. ગયા વર્ષે 2 એપ્રિલે આરોપી કરણ વિરુદ્ધ ઈન્દોરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ કરણ ફરાર થઈ ગયો હતો. આરોપી 6 મહિનાથી વધુ સમયથી ફરાર હતો, જેના કારણે પોલીસે તેની ધરપકડ પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ મામલામાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ કરણ મોરવાલને ચેતવણી આપી હતી કે તેણે જલદી પોલીસની સામે આત્મસમર્પણ કરવું જોઈએ, જો તે આમ નહીં કરે તો એવું ઉદાહરણ આપવામાં આવશે જેને સમગ્ર મધ્યપ્રદેશ યાદ કરશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!