રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ખાલી પ્રધાનમંત્રી મોદી જ રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે. રાફેલ લડાયક વિમાન સોદામાં અનિયમિતતાઓને લઈને મોદી સરકાર વિરુદ્ધ આક્રમકતા બતાવતા ગાંધીએ એકવાર ફરી આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “વર્ષ 2014થી ભારતમાં 4 રિવોલવિંગ રક્ષા મંત્રી રહ્યા છે. આનું કારણ હવે આપણને સમજાયું આનાથી ખુદ પીએમ મોદીને ફ્રાન્સ સાથે રાફેલ સોદા મુદ્દે વાતચીત કરવાનો મોકો મળ્યો.”
એમણે આગળ લખ્યું કે, “ભારતમાં 4 રાફેલ મંત્રી રહ્યા છે, પ્રધાનમંત્રીને છોડીને એમના માંથી કોઈ પણ એ નથી જાણતા કે હકીકતમાં ફ્રાન્સમાં શું થયું હતું. પણ આના પર એ કોઈ જવાબ નઈ આપે.

