
વર્ષો પહેલા ઉત્તરપ્રદેશ કોંગ્રેસનો મજબૂત ગઢ હતો પરંતુ આજે ઉત્તરપ્રદેશ ભાજપનો મજબૂત અને અભેદ કિલ્લો બની ગયો છે. કોંગ્રેસ માટે આ કિલ્લો સર કરવો એ ખુબજ મુશ્કેલ છે. અને આજ મુશ્કેલ કામ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી જે કામ ગુજરાતમાં કરી રહી છે એટલે કે જ્યાં નબળા હોય ત્યાં વિપક્ષી પાર્ટીના મજબૂત વ્યક્તિને લઈ આવવાના. જેમકે ભાજપે કોંગ્રેસના લગભગ ૪-૫ જેટલા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ કરી લીધા છે. એટલે જે પરિસ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની છે એજ પરિસ્થિતિ ઉત્તરપ્રદેશમાં ભાજપની છે.

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મજબૂત બાહુબલી અને પ્રભાવી વ્યક્તિઓને કોંગ્રેસ પાર્ટીમાં જોડી રહ્યા છે. જેમકે પ્રિયંકા ગાંધી એ અત્યાર સુંધી માં ભાજપના સાંસદ, સમાજવાદી પાર્ટીના બાહુબલી નેતા અને બસપાના વિધાયકને પણ કોંગ્રેસમાં જોડી દીધા છે.

હાલ માં પ્રિયંકા ગાંધી એ ઉત્તરપ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પાંડેના દીકરા વહુને કોંગ્રેસમાં શામેલ કરી દીધા છે જે ભારતીય જનતા પાર્ટી માટે મોટા આઘાત સમાન છે. ધીરે ધીરે પ્રિયંકા ગાંધી પણ ભાજપના ગઢમાં સેંધ મારી રહ્યાં છે.

રાજકારણમાં એક નિયમ છે જ્યાં નબળા હોઈએ ત્યાં સબળા વ્યક્તિને શામેલ કરી લેવા આજ નિયમ મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કામ કરી રહી છે અને પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં. ઉત્તરપ્રદેશમાં ભજપ, સપા, બસપાથી નારાજ હોય એવા બાહુબલી નેતાઓ સાથે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સંપર્કમાં છે.

થોડા સમય પહેલા જ પ્રિયંકા ગાંધી એ ભાજપા સાંસદ સાવિત્રીબાઈ ફુલેને કોંગ્રેસમાં જોડી દીધા છે અને એમને લોકસભાની ટિકિટ પણ આપી છે, તેમજ સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ રાકેશ સચાનને પણ કોંગ્રેસમાં શામેલ કરી ચુક્યા છે. હાલમાં ઉત્તરપ્રદેશ ભાજપ પ્રમુખના દીકરા વહુને કોંગ્રેસ પાર્ટીમાંજોડી ચુક્યા છે.

પૂર્વ બસપા સાંસદ કેસરજહાં અને પૂર્વ બસપા વિધાયક જસમીર અંસારીને પણ કોંગ્રેસમાં શામેલ કરી દીધા છે. કેસર જહાંને લોકસભાની ટિકિટ પણ આપી છે. એક પછી એક પ્રિયંકા ગાંધી વિપક્ષી પાર્ટીના બાહુબલી નેતાઓને કોંગ્રેસમાં જોડી રહ્યા છે અને મુત:પ્રાય કોંગ્રેસને સજીવન કરવાના અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે.

હજુ થોડા સમય પહેલા જ પ્રિયંકા ગાંધી ઉર્દુ અને હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ હિન્દી અને ઉર્દુ ભાષાના પ્રખ્યાત કવિ ઇમરાન પ્રતાપગારહી સાથે પણ તેઓ મુલાકાત કરી ચુક્યા છે. અને અમારા સૂત્રો પ્રમાણે ઇમરાન પ્રતાપગારહીને કોંગ્રેસ યુપીમાં કોંગ્રેસનાબ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકે છે. યુપીમાં ઇમરાન પ્રતાપગારહી ખુબજ લોકપ્રિય છે અને યુવાનો પર તેમની સારી એવી પકડ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપની જે ચાલ છે તેજ ચાલ પ્રમાણે પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ રહ્યા છે પરંતુ આ બંને માં ફરક છે કહેવાય છે કે, ગુજરાતમાં ભાજપ પૈસા અને મંત્રી પદના લોભ લાલચ આપીને કોંગ્રેસના ધારાસભ્યો ખેરવી રહી છે જ્યારે ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા કોઈ પણ લોભલાલચ આપ્યા વગર બદલાવ, સમાનતા અને સમન્યાયના સિદ્ધાંત સાથે તેમજ દેશમાં વધતા જતા અસહિષ્ણુતાના વતાવરણને રોકવા માટે લોકોને કોંગ્રેસમાં જોડી રહયા છે.