GujaratPolitics

કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચરમસીમા પર છે, તો આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે જબરદસ્ત પ્રચાર કરી રહી છે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતનો પ્રવાસ વારંવાર ખેડી રહ્યા છે. ત્યારે ભાજપ સાઇલેન્ટ કિલર તરીકે કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને આપ ને ખબર જ નથી કે ભાજપ શું કરી રહ્યું છે અને ભાજપ ની સ્ટ્રેટેજી શું છે! ભાજપ ને ખબર જ છે કે તેમના માટે ગુજરાત કેટલુ મહત્વનું છે. સૌરાષ્ટ્રમાં હર્ષદ રિબડીયા ની વિકેટ ખેરવતા ભાજપની સ્ટ્રેટેજી ખુલ્લી પડી.

પેટા ચૂંટણી, સીઆર પાટીલ, પાટીલ, ભાજપ, મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં ગુજરાત જીતવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાં મજબૂત પક્કડ બનાવવી પડે એમ છે. કારણ કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મજબૂતાઈથી ઉભરી આવી હતી. જે જોતા ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં વધારે ફોક્સ અને મહેનત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહત્વ સમજે છે એટલે કેજરીવાલ પણ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં વધારે મજબૂત થવા દિવસ રાત એક કરી રહી છે પરંતુ ભાજપે આ વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ઘેરી લીધી છે.

પાટીલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ભાજપે માસ્ટર પ્લાન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીની રેલી પહેલાં કોંગ્રેસના મોટા મોટા ગઢ ધ્વસ્ત કરવાની રણનીતિ બનાવી છે જેના હેઠળ સૌરાષ્ટ્રમાં જેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા જેવા નેતાને હરાવ્યા હતા એવા હર્ષદ રિબડીયાની વિકેટ લઈને કોંગ્રેસને અચંબિત કરી નાખી છે. હર્ષદ રીબડીયા વર્ષ 2014 અને 2017 એમ બે ટર્મથી વિસાવદર બેઠક પરથી ભારે મતોથી ચૂંટણી જીત્યા છે. હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને ભાજપ માં જોડાઈ ગયા છે. સૂત્રોના મુજબ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કોંગ્રેસના પૂર્વ નેતાએ જ કરાવ્યું છે.

પાટીલ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા મુજબ વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું ઓપરેશન કરીને કમલમ પહોંચાડનાર બીજું કોઈ નહીં પણ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ જ છે. અક્ષય પટેલ જેઓ હાલ કરજણથી ધારાસભ્ય છે. જેઓ પણ પહેલા કોંગ્રેસમાં હતા અને પછી તેઓ ભાજપ માં જોડાયા. અક્ષય પટેલ હર્ષદ રિબડીયા સાથે છેકે છેલ્લે સુંધી સાથેને સાથે જ રહ્યા છે. અને કહેવાય છે કે તેમણે જ પોતાની સૂઝબૂઝના આધારે આ ઓપરેશન પર પાડ્યું હતું અને ભાજપની કલગીમાં એક પીંછું વધારે ઉમેર્યું અને કોંગ્રેસના મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું હતું.

પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતનું મહત્વ ભાજપ સમજે છે એટલે જ ભાજપ તેના દરેક કાર્યકરો પાસે તનતોડ મહેનત કરાવી રહ્યું છે. અને પોતે પણ દરેક નેતાઓને કામે લગાડી દીધા છે. ગુજરાતની કમાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ખુદ પોતાના હાથમાં લીધી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ અમિત શાહ દ્વારા ગુજરાત ભાજપ સંગઠન હોદ્દેદારોની મિટિંગ લીધી હતી અને આગળની રણનીતિ ઘડી હતી. ભાજપ માટે ગુજરાત એ નાક સમાન છે જો ગુજરાત હારે તો ભાજપ ને તેનું નુકશાન સમગ્ર દેશમાં ભોગવવું પડે. એટલે બાય હુક કે બાય કુક ભાજપ ગુજરાત જીતવા મારણીયા પ્રયાસ કરશે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!