GujaratPolitics

લો હવે જશ લેવામાં પણ કાચા પડ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી! જાણો!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની મુલાકાતે હતાં. આમ તો એવું કહેવામાં આવે છે કે આ કોઈ સત્તાવાર મુલાકાત નોહતી. એટલે ભારતમાં પણ તેમનું સ્વાગત સત્તાવાર ભારત સરકાર દ્વારા નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ આ માત્ર કાગળ પર છે. હકીકતમાં સત્તાવાર આવે ત્યારે જે તામઝામ હોય એ જ તામઝામ બિન સત્તાવાર આવ્યા હતા ત્યારે કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમેરિકન રાષ્ટ્રપતિ હોવાના નાતે દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે. કરણ કે અમેરિકા વિશ્વની મહાસત્તા છે અને સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. હાલમાં વિશ્વની મહાસત્તા ગણવામાં આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ સહપરિવાર ભારતના બે દિવસના પ્રવાસે હતાં અને તેમના ગુજરાત મૂલાકાતની તમામ તૈયારી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જોવામાં આવી હતી.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

ગત સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. અને તેમના આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે છેક સુંધી મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ મંત્રીઓ ધારાસભ્યો ભીડ ભેગી કરવાના કામમાં લાગેલા રહ્યા હતા. દિવસ રાત એક કરીને લોકોને લાવવાની વ્યવસ્થા કરવાં આવી હતી. આ તમામ વ્યવસ્થાની દેખરેખ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના તમામ મહત્વના કામ છોડીને સતત જોઈ રહ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહેનત પાણીમાં ગઈ! જે કામ તેમણે કર્યું તેનો જશ તો કોઈ બીજું જ લઈ ગયું. જશ લેવામાં પણ કાચા પડ્યા ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

માંડ માંડ મુખ્યમંત્રી વિજય રૂપાણી તમામ અડચણો પર કરીને હાશકારો અનુભવતા હતાં ત્યારે ત્યારે ફરી તેમની પર જવાબદારીનો બોઝ નાખી દેવામાં આવતો હતો. વિજય રૂપાણી સરકાર સામે આંદોલનની લટકતી તલવાર હતી જે તેમણે જેમ તેમ કરીને ઠેકાણે પડ્યું હતું ત્યારબાદ ફરી એક જવાબદારી થોપી દેવામાં આવી હતી અને આ વખતે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાની સૌથી મોટી ચેલેન્જ હતી. સ્ટેડિયમ ખચખાચ ભરવાનો ટાર્ગેટ માંડમાંડ પૂરો કર્યો ત્યારે એરપોર્ટ થી લઈને ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સુંધી રોડની બંને બાજુ ભીડ એકઠી કરવાની પણ ચેલેન્જ તેમના શિરે હતી. આ તમામ તૈયારીઓ ખુદ મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ થઈ હતી.

વિજય રૂપાણી
ફોટો: સોસીયલ મીડિયા

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ને આડે જૂજ દિવસો બાકી હતા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ઘણી બધી ચેલેન્જ અને મુશ્કેલીઓ હતી, જેમાં આંદોલન હોય કે લાખોની ભીડ ભેગી કરવાની હોય તે તમામ મુશ્કેલીઓ માંથી રસ્તો કાઢીને બહાર આવ્યા અને નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ સફળ બનાવ્યો. જો મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ધ્યાન આપ્યું ના હોત તો કદાચ આટલો સફળ કાર્યક્રમ થઈ શકયો ના હોત તે હકીકત છે. સ્ટેડિયમમાં જનમેદની જોઈને પ્રધાનમંત્રી પ્રભાવિત થઈ ગયા અને જગત જમાદાર તો પોતે પહેરેલા કોટમાં પણ માતા નોહતા તેવો ઉત્સાહ જોઈ શકાતો હતો. તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર આ જનમેદની જોઈને ચોંકી ગયું હતું. આ તમામનો શ્રેય મુખ્યમંત્રી વિજય રૂપાણી ને જાય છે.

અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ દરેક વખતની જેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બાબતનો જશ પણ પોતે લઈ શક્યા નહી. મુખ્યમંત્રી વિજય રૂપાણી નિર્ણય લેવામાં તો ઢીલા છે જ પરંતુ તેમણે કરેલા કાર્યોમાં જશ લેવામાં પણ કાચા પડે છે. કરણ કે આટલો મોટો અને સફળ કાર્યક્રમ કરવો એ નાનીસુની વાત નથી. હા ચોક્કસ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના અમુક નિર્ણયો અણઘડ, પ્લાનિંગ વગરમાં અને વિચાર્યા વગરના હોય છે, જેમકે હમણાં ગાંધીનગરમાં જે મુદ્દે આંદોલન થયું તે મુદ્દે સરકારે વિચાર્યા વગર પરિપત્ર બહાર પડ્યો અને ગાંધીનગરના રસ્તાઓ આંદોલનકારીઓથી ભરાઈ ગયા હતા. પરંતુ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ચકાચોંધ કરવામાં મુખ્યમંત્રી એ કોઈ કસર બાકી રાખી નોહતી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી રૂપાણીએ દિવસ રાત મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો પરંતુ આ બાબતનો જશ તેમને ના મળ્યો કારણ કે તેઓ જશ લેવામાં કાચા પડ્યા આ બાબતનો જશ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિને મળ્યો જે સમિતિ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના થોડા દિવસ પહેલા જ અસ્તિત્વમાં આવી હતી! મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, કાર્યક્રમને સફળ બનાવવા માટેની તમામ મહેનત નો શ્રેય મુખ્યમંત્રીને બદલે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના શિરે જતો રહ્યો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!