મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ ને એમનાજ ગઢમાં ઘેરવા જતા ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પ્રયત્ન એમના પર જ ભારે પડ્યો. શુક્રવારે છીંદવાડા પહુચેલા અમિત શાહની સભામાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક રણનીતિ મુજબ દિગ્ગજોને તેમના ગઢમાં જઈને ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજ રણનીતિને ધ્યાનમાં લઈને શુક્રવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ ને તેમનાજ ગઢમાં ચુનોતી આપવા પહોચ્યાં હતા.
છીંદવાડાના પાંઢુર્ના વિધાનસભા ક્ષેત્રમાં ચુનાવી જનસભા માટે અમિત શાહ પહોંચ્યા તો ખરા પણ એમને સાંભળવા કોઈ આવ્યું નહોતું. જનસભામાં ખાલી ખુરશીઓ અને શ્રોતાઓના ઠંડા જોશ વચ્ચે અમિત શાહે કમલનાથ પર આકરા પ્રહારો કર્યા પરંતુ રેલીનો રંગ ફિકો રહ્યો અને સભામાં ભીડની કમી અને ખાલી ખુરશીઓ સાથે લોકોની શાંત પ્રતિક્રિયા જોઈને અમિત શાહે પણ સ્થળ પરિસ્થિતિને જોતા માત્ર 20-25 મિનિટમાં ભાષણ પૂરું કરી નાખવું પડ્યું હતું.
શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને તેમનાજ ગઢમાં ઘેરવાના ચક્કરમાં છીંદવાડાના પાંઢુર્ના વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપ અધ્યક્ષ અમિત શાહને વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. દરેક વખતે ભરપૂર જોશમાં દેખાતા અને ખેંચાઈ ખેંચાઈને બોલતા અમિત શાહનો ઉત્સાહ અચાનક ખાલી ખુરશીઓ અને જનતાનો ઠંડો પ્રતિસાદ જોઈને ઉતરી ગયો હતો. અને એવું થયું કે ચાલુ સભા દરમિયાન જ ખાલી ખુરસીઓને હટાવવાની કામગીરી શરૂ કરીદેવામાં આવી પરંતુ ત્યાં સુંધીમાં ખાલી ખુરશીઓ મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનું છીંડવાડા એ મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ નો ગઢ માનવામાં આવે છે. કમલનાથ વર્ષોથી છીંદવાડાથી ચુંટાઈને આવે છે અને તેઓ ત્યાંથી કોઈ ચુંટણી હાર્યા નથી. કમલનાથ વર્ષ 1980થી અહીંયાંથી સંસદની ચુંટણી જીતતા આવ્યા છે. અત્યાર સુંધી માત્ર વર્ષ 1997માં થયેલી પેટા ચુંટણીમાં તેમની હાર થઈ છે. વર્ષ 2014ના લોકસભા ચુંટણીમાં આખાય દેશમાં મોદી લહેર છે તેવું માનવામાં આવ્યું હતું તેવા સમયે પણ કમલનાથનો ગઢ હલ્યો પણ નહોતો. કોંગ્રેસ મધ્યપ્રદેશમાં માત્ર બે સીટ પર જ જીત હાંસિલ કરી શકી હતી તેમાંની એક સીટ કમલનાથની છીંદવાડા હતી. હાલ કમલનાથે મધ્યપ્રદેશમાં ભાજપને હરાવવાની સાથે સાથે સરકાર બનાવવાનો મોરચો સાંભળ્યો છે અને શાહે પણ કમલનાથને હરાવવા માટેની ચુનોતી આપી હતી ત્યારે શાહની આ રેલી મહત્વની સાબિત થઈ શકે તેમ હતી પરંતુ મળતી નિષ્ફળતા એ કમલનાથની મજબૂતીની નિશાની છે.