IndiaPolitics

તો મોદી સરકારમાં નંબર ૩ ગણાતા આ કદ્દાવર નેતા નઈ હોય નવા કેબીનેટમાં!

લોકસભા ચુંટણીના પરિણામ આવી ચુક્યા છે અને ભાજપ એનડીએ દ્વારા પૂર્ણ બહુમતી મેળવી લીધી છે. શપથ ગ્રહણ સમારોહની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવી શકે તેમ છે ખાતા ફાળવણી પણ લગભગ લગભગ નક્કી જેવું જ લાગે છે.

અરુણ જેટલી
ફોટો: સોસીયલ મીડિયા

અમિત શાહ અને સ્મ્રીતી ઈરાની બંને લોકસભા જીત્યા હોવાથી બંનેને કોઈક મહત્વનું મંત્રાલય આપવામાં આવી શકે તેમ છે હાલ જે કેબીનેટ મીનીસ્ટર છે તેમાંથી કોનું પત્તું કપાય છે એ જોવું જ રહ્યું. પરંતુ સુષ્મા સ્વરાજ લડ્યા ના હોવાથી વિદેશ મંત્રાલય સ્મ્રીતી ઈરાનીને મળી શકે તેમ છે.

અરુણ જેટલી
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ હાલ સુત્રો મારફતે એવા સમાચાર આવી રહ્યા છે કે ભાજપના કદ્દાવર ગણી શકાય અને મોદી સરકારમાં નંબર ૩ રહેલા નેતાએ સામે ચાલીને કેબીનેટ મંત્રી બનવાની ના પાડી શકે છે હવે આ વાત કેટલે અંશે સકારાત્મક છે એ સમય બતાવશે.

અરુણ જેટલી
ફોટો: સોસીયલ મીડિયા

આ કદ્દાવર નેતા એટલે નાણામંત્રી અરુણ જેટલી. અરુણ જેટલી તબિયતના કારણે આ બાબતે ના પાડશે હોય તેવું લાગી રહ્યું છે. જો કે અરુણ જેટલી ભાજપની જીત બાદ દિલ્લી સ્થિત ભાજપ કાર્યાલય પરના વિજયોત્સવથી પણ ગાયબ રહ્યા હતા એનું કારણ નારાજગી નહિ પણ તેમની તબિયત માનવામાં આવી રહી છે.

અરુણ જેટલી
ફોટો: સોસીયલ મીડિયા

આ પહેલા પણ અરુણ જેટલી બીમાર હતા અને સારવાર માટે વિદેશ ગયા હતા ત્યારે તેમની ગેરહાજરીમાં નાણામંત્રાલયનો સ્વતંત્ર હવાલો પીયુષ ગોયલે સંભાળીને તેમની જગ્યાએ મોદી સરકારનું અંતિમ બજેટ રજુ કર્યું હતું. અરુણ જેટલી એક દિવસ માટે એઈમ્સ માં પણ સારવાર લઇ ચુક્યા છે.

અરુણ જેટલી
ફોટો: સોસીયલ મીડિયા

સુત્રોના જણાવ્યા પ્રમાણે અરુણ જેટલીને વધારે દબાણ કરવામાં આવશે તો તેઓ કોઈપણ જાતના તણાવ વગરના મંત્રાલય લેવા રાજી થઇ જશે જો કે આ બાતે તેમના અંગત સચિવ દ્વારા કોઈપણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કોઈ પણ જાતની સત્તાવાર જાહેરાત હાલ પુરતી તો કરવામાં આવી નથી.

અરુણ જેટલી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અરુણ જેટલી પહેલા બીમાર પડ્યા હતા ત્યારે પીયુષ ગોયલ દ્વાર તેમનું મંત્રાલય સંભાળવામાં આવ્યું હતું અને મોદી સરકારનું અંતિમ બજેટ પણ પીયુષ ગોયલ દ્વારા જ રજુ કરવામાં આવ્યું હતું એટલે માનવામાં આવે છે કે નાણામંત્રાલય ફરી પીયુષ ગોયલ પાસે જ રહેશે અને અરુણ જેટલી સામેથી કોઈપણ જાતના તણાવ ટેન્શન વગરનું ખાતું સંભાળશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!