
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનેક પ્રકારના સ્લોગનો, ગીતો અને ક્રિએટિવ્સ તૈયારકારવામાં આવ્યા છે. તો કેટલાક ઉમેદવારો દ્વારા પોતાના અલગ સ્લોગનો અને ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. મતલબ ચૂંટણીનો માહોલ એકદમ મજબૂત રીતે જામ્યો છે. તો આવા સમયમાં ભાજપ ના કેટલાક અસંતુષ્ટ કોંગ્રેસમાં અને કોંગ્રેસના અસંતુષ્ટ ભાજપમાં આવન જાવન ચાલુ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ આ મુદ્દો પણ બન્યો છે. પરંતુ બંને પાર્ટીઓ હાલ મજબૂત મુદ્દો શોધી રહ્યા છે.
'बहुत हुई महंगाई की मार'
— Gujarat Congress (@INCGujarat) February 17, 2021
जनता पर महंगाई का प्रहार कर रही मोदी सरकार के ख़िलाफ़ जनहित की लड़ाई में श्री @smritiirani और श्री @rajnathsingh#મક્કમ_અડીખમ_મોંઘવારી pic.twitter.com/mKGr5QhlL4
ભાજપ દ્વારા ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ નું સ્લોગન આપવામાં આવ્યું છે તો કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કરશે ગુજરાઈટ ના સ્લોગન સાથે શપથ પત્ર લોન્ચ કરવામાં આવ્યું છે. ભાજપ હજુ પણ કોઈ લોકલ મુદ્દા ને પ્રાધાન્ય આપીને આગળ વધી રહ્યું નથી. જયારે કોંગ્રેસને બ્રહ્માસ્ત્ર હાથ લાગ્યું છે. કોંગ્રેસ દ્વારા લોકલ મુદ્દાની સાથે સાથે મોંઘવારીને પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે. ભાજપ આ મુદ્દાને ઇગ્નોર કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ મોંઘવારીને મોટો મુદ્દો બનાવી રહ્યું છે. ભાજપે લોન્ચ કરેલા સ્લોગનને કોંગ્રેસ દ્વારા મોંઘવારી સાથે જોડી દેવામાં આવ્યું છે.
પેટ્રોલ- ડીઝલ, સીંગતેલ, શાકભાજી-અનાજની જમાખોરી, ઊંચા ટેક્સ અને દંડ ફટકારી મધ્યમવર્ગના ખિસ્સામાં લૂંટ ચલાવી ભાજપ સરકાર માનીતા ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરી રહી છે
— Amit Chavda (@AmitChavdaINC) February 17, 2021
કોરોના પછી આર્થિક મંદીના કપરા કાળમા મધ્યમવર્ગને રાહત આપવાને બદલે લૂંટ ચલાવતી સરકારને જનતા માફ નહિ કરે#મક્કમ_અડીખમ_મોંઘવારી
કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ભાજપને સખત રીતે ઘેરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા ભાજપના સ્લોગન સાથે મોંઘવારીને જોડીને ભાજપને ઘેરવામાં આવ્યું છે. કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર #મક્કમઅડીખમમોંઘવારી નું કેમ્પઇન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વધતાં જતા પેટ્રોલ ડીઝલના ભાવ, વધતાં જતાં રાંધણ ગેસના ભાવ, ખાદ્ય તેલના ભાવ, શાકભાજી વગેરે ના ભાવ સાથે વધતી જતી મોંઘવારી વગેરે અંગે ભાજપને ઘેરવામાં આવ્યું છે.
25 વર્ષ થી સત્તા માં રહી ને અસફળ શાસન માટે વિપક્ષ ને જવાબદાર ગણાવે
— Arjun Modhwadia (@arjunmodhwadia) February 7, 2021
રોજગારી આપવાને બદલે છીનવી લીધી
ખેડૂત ને મદદ કરવા ના બદલે બરબાદ કરી નાખ્યા
ભ્રષ્ટાચાર કરી, પૈસા થી લોકતંત્ર ને ખરીદી, વિપક્ષ ને દેશ ની કંગાળ હાલત માટે જવાબદાર ગણાવતી @BJP4India હવે તો સુધરો!#અલ્યા_હવે_તો_સુધરો pic.twitter.com/jWcXEAsNkZ
ભાજપના દરેક નેતાઓ મોંઘવારીના મુદ્દે સાઇલેન્ટ છે ત્યારે કોંગ્રેસ આ જ મુદ્દે ભાજપ સામે અગ્રેસીવ બનીને આગળ વધી રહી છે. ભાજપ નેશનલ ઇસ્યુ ને આ ચૂંટણીમાં મુદ્દાઓ બનાવી રહી છે તો કોંગ્રેસ લોકલ મુદ્દા અને મોંઘવારીને પ્રાધાન્ય આપી રહી છે. બીજી તરફ ભાજપના સ્ટાર પ્રચારકો પણ મોંઘવારીના મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. રાંધણ ગેસના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો વગેરેને ભાજપ અવગણવા માંગે છે. પણ કોંગ્રેસ આ મુદ્દે ભાજપ સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે.
ભાજપ માતા સરસ્વતીના શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહી છે.છેલ્લા ૫ વર્ષમાં સતત ઘણી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે,દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી હોય તો જણાવો અને છતાંય ભાજપ શિક્ષણના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહી છે. #અલ્યા_હવે_તો_સુધરો – @HardikPatel_ pic.twitter.com/IxxSG93k9M
— Gujarat Congress (@INCGujarat) February 3, 2021
સ્મૃતિ ઈરાની ભાજપના ફાયર બ્રાન્ડ નેતા છે. વિપક્ષમાં હતા ત્યારે સત્તાપક્ષને મજબૂત રીતે ઘેરતાં હતા. કોંગ્રેસની સરકાર વખતે મોંઘવારી બાબતે અથવા કોઈને કોઈ કારણોસર ધરણાં પ્રદર્શન કરીને લોકલાગણી મેળવવામાં માહેર ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોંઘવારી મુદ્દે એક શબ્દ પણ બોલવાનો ટાળ્યો હતો અને રામ મંદિરથી ભાષણની શરૂઆત કરી હતી. હાલમાં મોંઘવારી એ સૌથી મોટો મુદ્દો છે ત્યારે ભાજપ આ મુદ્દાને અડવા પણ મંગતું નથી.
LPG price increase shocks consumers.#મક્કમ_અડીખમ_મોંઘવારીhttps://t.co/aSYHAMQHMz
— Dhruv Pandit (@ithepandit) February 17, 2021
કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા કેમ્પઇનના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કોંગ્રેસના નેતાઓ સમગ્ર ગુજરાતમાં લોકલ મુદ્દાની સાથે સાથે મોંઘવારી બાબતે પણ ભાજપને ઘેરશે. આ પહેલા પણ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર વર્ષ 2017ની ચૂંટણીમાં લોન્ચ કરવામાં આવેલું #વિકાસગાંડોથયોછે કેમ્પઈન સૌથી સફળ કેમ્પઈન હતું. ત્યારબાદ પેપર લીક થયાની ઘટના બાદ કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા #વિકાસલીકથયો ચલાવવામાં આવ્યું હતું. તો મુખ્યમંત્રી દ્વારા કોઈ સવાલના જવાબમાં મને ખબર નથી જણાવ્યા બાદ કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા #મનેખબરનથી ચલાવવામાં આવ્યું હતું. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં #કોંગ્રેસકરશેગુજરાઈટ તેમજ #મક્કમઅડીખમમોંઘવારી અને #અલ્યાહવેતોસુધરો નું કેમ્પઈન લોન્ચ કરવામાં આવ્યું છે. જે સૌથી વધારે હિટ થઈ રહ્યા છે.
अबकी बार, महंगी पड़ी
— Dhruv Pandit (@ithepandit) February 17, 2021
मोदी सरकार #મક્કમ_અડીખમ_મોંઘવારી pic.twitter.com/NDPAVnnYVg