Politics
બાબા ના બદલાયા સુર…
કહ્યું રાહુલ અને મારા મૈત્રીપૂર્ણ સંબંધો છે... સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નિયમિત યોગાસન કરે છે.
એક ખાનગી ન્યુઝ ચેનલના પ્રોગ્રામ મહેમાન બનેલા બાબા રામદેવે જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને નિયમિત યોગાસન કરે છે અને રાહુલ ગાંધી સાથે મારે મૈત્રીપૂર્ણ સંબંધો છે. વધુ માં બાબા રામદેવે જણાવ્યું કે અત્યારે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ આટલા વધારે ના હોવા જોઈએ પણ મોદીજી પણ શું કરે એમને સરકાર ચલાવાની છે સૌથી વધારે ટેક્સ પણ પેટ્રોલ ડીઝલથી જાય છે સરકાર પણ વિકલ્પ શોધી રહી છે પણ જો હાલ માં પેટ્રોલ ડીઝલ ના આંતરરાષ્ટ્રીય ભાવ જોતા 35 થી 40 માં પેટ્રોલ ડીઝલ આપી શકાય છે પણ સરકારી ખજાના ને અસર ના થાય એટલે સરકારે ક્રૂડ ઓઇલ પર ટેક્સ લગાવ્યો છે.