
જમ્મુ કાશ્મીર માં સુરક્ષાના કારણો જોતા હાલ હિંદુઓની પવિત્ર ગણવામાં આવતી બાબા અમરનાથની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે અને તમામ યાત્રીઓને યાત્રા અધવચ્ચે છોડીને પાછા ફરવા માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ફસાયેલા યાત્રીઓને આર્મી ચોપર દ્વારા પાછા લાવવામાં આવી રહ્યા છે. તેમજ જમ્મુ કાશ્મીર સિવાયના અન્ય રાજ્યોના યાત્રીઓ પ્રવાસીઓને કાશ્મીર છોડી દેવાની સરકારી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સરકાર દ્વારા કાશ્મીરમાં ભારે માત્રમાં સૈન્ય સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારો જેવા કે પુંચ માં વધારે માત્રામાં સૈન્ય સુરક્ષાબળનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. રેપીડ એક્શન ફોર્સનો ખડકલો વધારે માત્રામાં કરી દેવામાં આવ્યો છે તેમજ પાકિસ્તાન બોર્ડર પર પણ સૈન્ય ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે કાશ્મીરમાં ઇન્ટરનેટની સેવાઓ મદહદ અંશે બંધ કરી દેવામાં આવી છે. સરકારે ગાઈડલાઈન જાહેર કરી જણાવ્યું છે કે અફવાહ ઉપર ધ્યાન ન આપવું તેમજ સરકારને સહયોગ કરવો.

આ ઉપરાંત અલગાવવાદી નેતાઓ સાથે સાથે જમ્મુ કાશ્મીરની બે મોટી રાજકીય પાર્ટીના નેતાઓને પણ હાઉસ એરેસ્ટ કરવામાં આવી શકે છે. આ અંગે પીડીપી નેતા મહેબૂબ મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઓમર અબુલ્લા દ્વારા આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે પીડીપીના મેહબુબા મુફ્તી દ્વારા જમ્મુ કાશ્મીર ઓલ પાર્ટી મિટિંગ નું આયોજન એક હોટલમાં કરવામાં આવ્યું હતું પરંતુ તેમને કોઈ પણ હોટલમાં આ મિટિંગ કરવા દેવામાં આવી નોહતી. તેથી મેહબુબા મુફ્તી દ્વારા પોતાના ઘરમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માં સૈન્ય સુરક્ષાબળ સાથે સાથે શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને આવતી કાલે તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવશે. અને આનો અમલ અન્ય કોઈ ઓર્ડર ના થાય ત્યાં સુંધી ચાલુ રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે ગ્રુહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019(સેકન્ડ એમેનડમેન્ટ) રજુ કરી શકે છે. આ અંગે આજે સવારે 9:30 વાગે કેબિનેટ મિટિંગ પણ બોલાવવામાં આવી છે.

જમ્મુ યુનિવર્સીટી દ્વારા આવતી કાલે યોજાનારી તમામ પરીક્ષાઓ અચોક્કસ મુદત સુંધી સ્થગિત કરી દીધી છે અને યુનિવર્સિટીને સંલગ્ન તમામ કોલેજો પણ આવતી કાલથી અચોક્કસ મુદત માટે બંધ રહેશે તેવી જાહેરાત જમ્મુ યુનિવર્સિટી દ્વારા કરવાં આવી છે. સરકારી આદેશના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી હાલ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કહી શકાય છે. કલમ 144 લગાવવાની સાથે જ કાશ્મીરમાં રેલી અને જનસભાઓ સંબોધવા સામે સંપૂર્ણ પણે બેન ફરમાવી દેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા ભારતમાં થયેલા સરહદીય ડેવલોપમેન્ટથી ચિંતિત થઈને અચાનક પાકિસ્તાનના શીર્ષ આર્મી અધિકારીઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી. પાક પીએમ ઇમરાન ખાન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાઈ હતી તેની અધ્યક્ષતા કરી હતી તેમજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની પણ માંગણી કરી હતી. જોકે ભારત આ નાગે પહેલા પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી ચુક્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનનો આંતરિક પ્રશ્ન છે કોઈપણ દેશનો હસ્તક્ષેપ અમે ઇચ્છતા નથી.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હાલ કોઈપણ જાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જલ્દીથી જ જાહેરાત કરવામાં આવી શકે છે કે જમ્મુ કાશ્મીરમાં શા કારણે આટલા મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે હાલ સૌ કોઈ અસમંજસની સ્થિતિમાં છે.દરેકની નજર આજે યોજાનારી કેબીનેટ મીટીંગ પર છે. પરંતુ કોઈ મોટા પગલા ના કાને થનારી હિંસાના પગલે કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તેવો અંદાજો જમ્મુ કાશ્મીરની વિપક્ષી પાર્ટીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ અંગે ઓમર અબ્દુલ્લા પૂર્વ મુખ્યમંત્રી જમ્મુ કાશ્મીર દ્વારા પણ સોસીયલ મીડિયા દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી.
