GujaratIndiaPolitics

દિલ્લીમાં ખેડૂત આંદોલનના રેલા પહોંચ્યા ગુજરાત! રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી!

છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોએ દિલ્લીને બાનમાં લીધું છે. ધીમે ધીમે દિલ્લીની તમામ બોર્ડર પર કબજો કરી ને ખેડૂતો સરકાર સામે દેખાવો કરી રહ્યા છે. દિલ્લીમાં થઈ રહેલું ખેડુતોનું આઆંદોલન અત્યાર સુંધીનું સૌથી મોટું આંદોલન ગણવામાં આવી રહ્યું છે જે માત્ર ને માત્ર ખેડૂતો દ્વારા વગર કોઈ રાજકીય પાર્ટીના સમર્થન વગર આટલું મોટું આંદોલન ઉભું થયું છે. સરકારના કેટલાય પ્રયાસો બાદ પણ આ આંદોલન પાછું ખેંચાય એવા કોઈ અણસાર દેખાતા નથી. ઉલ્ટાનું હવે આ આંદોલન વધારે ઉગ્ર બનતું જાય છે જેના રેલા ગુજરાત પહોંચ્યા છે અને રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી જાવા પામી છે.

રૂપાણી સરકાર, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ખેડૂતોના સમર્થનમાં દેશભરમાંથી અવાજ ઊઠી રહી છે. હવે પંજાબના ખેલ જગતના નામી ખેલાડીઓ પણ જગતના તાતના સમર્થનમાં આવી રહ્યા છે એટલું જ નહીં આટલા દિવસના સરકારી દમણ બાદ પણ પંજાબ અને હરિયાણાથી ખેડૂતો વધારેને વધારે સંખ્યામાં દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોના આગમનના કારણે ધીમે ધીમે દિલ્લીનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. સરકાર દ્વારા વોટર કેનન અને આંસુ ગેસના મારા બાદ પણ ખેડૂતોવધારે સંખ્યામાં દિલ્લી કુચ કરી રહ્યા છે જેના કારણે આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ખેડૂતો દ્વારા સ્પષ્ટ પણે જનવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા માંગ માનવામાં નાઈ આવે ત્યાં સુંધી આંદોલન બંધ કરવામાં આવશે નહીં. એટલે જોવા જઈએ તો જ્યાં સુંધી સરકાર માંગો નઈ માને ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે. ખેડૂતોના વિરોધનો આજે સાતમો દિવસ છે. જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ ખેડુતોનું આંદોલન વેગવંતુ જઇ રહ્યું છે. ખેડૂતોએ સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર કબજો જમાવ્યા બાદ હવે ખેડુતો નોઈડા-દિલ્હીની ચિલ્લા બોર્ડર પર હજારો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, રાજ્યસભા ચૂંટણી, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

હવે આજ રેલો ગુજરાત પહોંચ્યો છે અને રૂપાણી સરકાર ના ટેન્શનમાં વધારો કર્યો છે. દેશના અલગ અલગ રાજ્યો માંથી દિલ્લી પહોંચેલા આંદોલનકારી ખેડૂતોને હવે ગુજરાત કોંગ્રેસનું પણ સમર્થન મળી ગયું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્લીમાં થઈ રહેલા આંદોલનને ટેકો આપવા અને ખેડૂતોના સમર્થનમાં 4 ડિસેમ્બરે ગુજરાતના દરેક જિલ્લા સ્તરે પ્રદર્શનો યોજવામાં આવશે. ગુજરાત કોંગ્રેસે ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ધરણા કરવાની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકેલા આંદોલનને ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

રૂપાણી સરકાર, પેટાચૂંટણી, અમિત ચાવડા, પેટા ચૂંટણી, છોટુ વસાવા, chhotu vasava, ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, પંજાબ હરિયાણાના ખેડૂતો દ્વારા મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં રોડ ઉપર ઉતરી આવ્યા છે. અને ધીમે ધીમે આ આંદોલન દિલ્હીથી લઈને હરિયાણા અને પંજાબ સુધી ફેલાઈ ચૂક્યું છે તો મમતા બેનર્જી સહિતના મુખ્યમંત્રીએ સાંર્યહન આપ્યું છે. એટલુંજ નહીં હરિયાણામાં ખાપ પંચાયતે પણ સમર્થન આપ્યું હોવાના સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પણ ઉતરી આવી છે. તે જોતા રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી છે.

હાર્દિક પટેલ, રૂપાણી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે જો મોદી સરકાર દ્વારા વધારે પહેલ થાય તો આ આંદોલન સમેટાઈ શકે છે પરંતુ ખેડૂતોની માંગણી એક જ છે કૃષિ કિસાનના ત્રણ કાયદાઓ પાછા લેવામાં આવે. જો કે મોદી સરકાર આ કાયદાઓને ખેડૂતોના હિતમાં ગણાવી રહ્યા છે. જોકે પ્રધાનમંત્રી દ્વારા પણ આ કાયદાઓને કિસાન હિતમાં ગણાવ્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર માંગ નઈ માને તો દિલ્લીની સરહદો બંધ કરી દેવામાં આવશે ખેડૂતોની ચેતવણી બાદ સરકાર દ્વારા ખેડૂત આગેવાનોને બિનશરતી વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!