GujaratPolitics

ગુજરાતના રાજકારણમાં આવ્યો ભૂકંપ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર જોડાયા ભાજપમાં

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના ધારાસભ્ય રહી ચુકેલા મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજ રથયાત્રાના દિવસે જ ભાજપમાં જોડાયા છે અને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પાર્ટી દ્વારા  લોકસભાની ચૂંટણી પૂર્વે કોળી વોટબેંક પર કબ્જો કરવાના પ્રયત્ન બાદ ક્ષત્રિય વોટબેંક મજબૂત કરવા માટે વધુ એક પોલિટિકલ શોટ મારીને ઓપરેશન પાર પાડી વધુ એક નેતાને પાર્ટીમાં ખેંચી લાવ્યા છે.

નીતિન પટેલ અને જીતુ વઘાણીએ પાર્ટીમાં આવકાર્યા

મહેન્દ્રસિંહે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાત વિધાનસભા ચુંટણી વખતે એકાદ બેવાર ભાજપની મીટીંગમાં પણ હાજરી આપ્યા ચુક્યા હતા. ત્યારથી મહેન્દ્રસિંહની ભાજપમાં એન્ટ્રી નક્કી માનતી હતી અને અંતે આજે  પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને નીતિન પટેલે મહેન્દ્રસિંહ વાઘેલાને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને વાઘેલાના ટેકેદારો હજાર રહ્યા હતા.

મોદી શાહ ગુજરાત આગમન સમયે પોલિટિકલ હલચલ

મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં જોડવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી પરંતુ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીના ગુજરાત આગમન સમયે ભાજપે મહેન્દ્રસિંહ વાઘેલાને કેસરિયો પહેરાવીને ક્ષત્રીય સમાજને  પોલિટિકલ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે તેવું જણાઈ આવે છે.

લોકસભા ચુંટણી લડશે

રાજનૈતિક બજાર હાલ ગરમ થઇ ગયું છે અને એવી વાતો ચાલે છે કે અમિત શાહે શંકરસિંહ વાઘેલાને કમિટમેન્ટ આપ્યું છે કે મહેન્દ્રસિંહને લોકસભાની ચુંટણીની ટિકિટ આપવામાં આવશે. ભાજપ મહેન્દ્રસિંહ વાઘેલાને લોકસભાની ચૂંટણી લડાવે એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહે ગત વર્ષના ઓગસ્ટ માસમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું. અને એહમદ પટેલને રાજ્યસભા જીતવા માટે જોઈતી મેજોરીટીને માઈનોરિટીમાં બદલવાનો પ્રયાસ થયો હતો. પરંતુ આખરે બાજી ઉંધી પડી અને એહમદ પટેલ બળવંતસિંહ રાજપૂત સામે જીતી ગયા.

મહેન્દ્રસિંહના બાગી બોલ

બાળપણ અને યુવાની કોંગ્રેસમાં વિતાવ્યા બાદ બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે જયારે ભાજપમાં જોડાઈ ગયા ત્યારે તેમના બોલ બાગી બન્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ હવે ક્યારેય ઉભી થઇ શકશે નહીં. મને ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વ તરફથી જે આદેશ આપવામાં આવશે તે કરીશ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!