GujaratIndiaPolitics
Trending

હાર્દિકે RSS પર કર્યા આકરા પ્રહાર, ગુજરાત સિવાય અહીંયાંથી લોકસભા લડવાના આપ્યા સંકેત

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ જેમ જેમ ચુંટણી આવતી જય છે તેમ તેમ વધારે ને વધારે આક્રમક મોડમાં આવતા જઇ રહ્યા છે. હાર્દિકે લોકસભા ચુંટણી લડવાની પહેલાથી જ હા પાડી દીધી છે ત્યારે ક્યાંથી લડશે તે અંગે અટકળો ચાલી રહી છે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે હાર્દિક પટેલને ચુંટણી લડવા માટે ઉંમરનો બાધ નડતો હતો પરંતુ હવે હાર્દિક પટેલને લોકસભા ચુંટણી લડવા માટે કોઈપણ પ્રકારનો બાધ નડતો નથી.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ ઉત્તરપ્રદેશના પ્રવાસે હતા. ત્યાં તેઓ સંવિધાન બચાવો દેશ બચાવોના બેનર હેઠળ જનસભાને સંબોધિત કરવા ગયા હતા. હાર્દિક પટેલ છેલ્લા એક મહિના માં 3 થી 4 વાર ઉત્તરપ્રદેશ પહોંચી ચુક્યા છે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે ઉત્તરપ્રદેશમાં ભાજપ પર આકરા ઓરહર કરતા કહ્યું કે, દેશ સંવિધાનથી ચાલે છે ભાજપની દાદાગીરીથી નહીં. આ પહેલા હાર્દિક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા બંગાળમાં આયોજિત કરવામાં આવેલી રેલીમાં પણ ભાજપ પર પ્રહાર કરી ચુક્યા છે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે RSS પાર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, અત્યારે દેશ સંવિધાનથી નથી ચાલી રહ્યો પરંતુ RSSની મનમાનીથી ચાલી રહ્યો છે. જે સંવિધાનની મૂળ ભાવનાઓની રક્ષા ના કરી શકે એ દેશની જનતાની રક્ષા કરી શકે નહીં.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ સવિત્રીબાઈ ફુલે પણ હાર્દિક પટેલ સાથે મંચ પર દેખાયા હતાં. સાવિત્રીબાઈ ફુલે એ વર્ષ 2018ના ડિસેમ્બરમાં ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ભાજપ પર સમાજ તોડવાનો તેમજ સમાજમાં વર્ગવિગ્રહ પેદા કરવાના આરોપ સાથે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું હતું.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશથી પણ લોકસભા લડી શકે છે. કરણ કે છેલ્લા એક મહિનામાં હાર્દિક પટેલ 3થી 4 વખત ઉત્તરપ્રદેશની મુલાકાત લઈ ચુક્યા છે જ્યારે તેઓ વારાણસીની મુલાકાતે હતા ત્યારે તેમને વારાણસીથી લડવાના છો તેવું પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, શુ ગંગા માતા કોઈ એકનેજ બોલાવી શકે છે? ગંગામતા બધાયની છે અને તે મને પણ બોલાવી શકે છે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય રાજનીતિમાં સત્તાના શીખરો સર કરવા હોય તો ઉત્તરપ્રદેશ એક મહત્વનું રાજ્ય છે. વડાપ્રધાન બનવાનો માર્ગ પણ ઉત્તરપ્રદેશ થઈને નીકળે છે. બની શકે છે હાર્દિક પટેલ ઉત્તરપ્રદેશની કોઈ એક લોકસભા સીટ પરથી ચુંટણી લડે અને તેમના સમર્થનમાં સપા બસપા અને કોંગ્રેસ પણ સાથે આવી શકે છે સાથે સાથે બીજી અન્ય લોકલ પાર્ટી પણ હાર્દિક પટેલને લોકસભા જીતવા માટે ઉત્તરપ્રદેશમાં મેદાને આવી શકે છે.

લોકસભા
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ગુજરાતથી પાટીદાર પ્રભાવ વાળી સીટ પરથી ચુંટણી લડશે અને જ્યાંથી લાદહે ત્યાંથી જંગી મતોથી જીતશે પણ ખરા. હાલ સૂત્રો અને પાસના નેતાઓના હવાલા થી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે હાર્દિક ઉત્તર ગુજરાતમાંથી કોઈ પણ એક સીટ પર ચુંટણી લડી શકે છે. અને તેના સમર્થનમાં પાસ, એસપીજી, કોંગ્રેસ અને એનસીપી પણ સાથે આવી શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!