પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી ભાજપ સરકાર સમક્ષ પાટીદાર સહીત સવર્ણ સમાજને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે. તેમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી પણ પીવાનું હાર્દિકે બંધ કરી દીધું હતું.
હાર્દિક પટેલ પાણી લેવાનું બંધ કરતાં તેની શારીરિક પરિસ્થિતિ વધુને વધુ બગડતી જઈ રહી હતી, તે જાણીને ગઢડા સ્વામીનારાયણ મંદિરના સંત એસ.પી. સ્વામીએ સાધુ સંતો સાથે હાર્દિક પટેલની મુલાકાત લીધી અને હાર્દિક પટેલ ને પાણી પીવા ઘણો આગ્રહ કર્યો હતો, પરંતુ પાટીદાર સમાજ સાથે અન્ય સવર્ણસમાજ તેમજ ખેડૂત મિત્રોના હકની લડાઈ લડવા માટે મક્કમ હાર્દિક પટેલ અન્ન અને પાણી લેવાની ના કહી હતી પરંતુ તુરંત બાદ હાર્દિક પટેલ ભાવુક થઈને રડી પડ્યો હતો અને સ્વામીજીને વિનંતી કરી હતી પરંતુ સ્વામીજી પાણી પી લેવાનો આગ્રહ રાખતા હતા અંતે આ મુદ્દો આજ પર છોડવામાં આવ્યો હતો ત્યારે આજ વહેલી સવારથીજ સાધુ સંતો ની સમજાવટ બાદ અને એસપી સ્વામીજીના માન માં હાર્દિક પટેલે એમનાજ હાથે જળ ગ્રહણ કર્યું હતું.
હાર્દિકે પાણી પીધા પછી તરત સરકારને ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુંધી સરકાર માંગણી સ્વીકારશે નહીં ત્યાં સુંધી અન્નનો એક દાણો પણ લઈશ નહીં હું લડાઈ લડતો રહીશ. બીજી તરફ હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, હાર્દિકે સાધુ સંતો અને પાટીદાર સાથીઓની વિનંતી બાદ પાણી પીધું છે પરંતુ હાર્દિકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર તેની માંગણીઓ સ્વીકારશે નહી ત્યાં સુધી અન્નનો એક પણ ટૂકડો મોંઢામા મુકશે નહીં અને આ લડાઇ તે લડ્યા કરશે.
ઉલ્લેખનીય છે કે, આમતો આ સમાચાર સરકાર માટે રાહત ભર્યા છે અને નથી પણ, કારણકે હાર્દિકે માત્ર પાણી પીધું છે, હજુ અન્ન ગ્રહણ કર્યું નથી અને હજુ પણ હાર્દિકનો જુસ્સો એવોને એવોજ છે જે પહેલા દિવસે હતો. એટલે જ્યાં સુંધી સરકાર માંગણી માને નહીં ત્યાં સુંધી હાર્દિક અન્ન ગ્રહણ નહીં કરી અને ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ચારેબાજુથી હાર્દિકને મળતાં જાણ સમર્થનથી ભાજપ સરકાર ભીંસમાં મુકાઇ છે એ નક્કી છે અને આ આંદોલન સરકારની વિરુદ્ધ જશે એ નક્કી જ છે બીજી તરફ સરકાર એટલે ચિંતિત છે કે 2019માં લોકસભા ચૂંટણી આવી રહી છે એ જોતાં સરકારના ટેન્શન માં વધારો થઈ રહ્યો છે.



