ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા નગમાં મોરારજી એ રાહુલ ગાંધીનાં આંખ મારવા પર આપ્યું નિવેદન કહ્યું એમાં કશુંય ખોટું નથી, જો હું આંખ મારું તો!
રાહુલ ગાંધીએ આંખ મારી એમાં કશુંય ખોટું નથી જો હું આંખ મારું તોઃ નગમાં કોંગ્રેસ નેતા
અવિશ્વાસ દરખાસ્ત સમયે રાહુલ ગાંધીએ સંસદને સંબોધ્યું હતું. એ સમયે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા હતા અને એમની સીટ પાસે બેસતાં પહેલાં આંખ પણ મારી હતી
અવિશ્વાસ દરખાસ્ત સમયે રાહુલ ગાંધીએ સંસદને સંબોધ્યું હતું. એ સમયે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા હતા અને પાછા પોતાની સીટ પાસે જઈને આંખ પણ મારી હતી. તેમની આ હરકતની સત્તાધારી ભાજપ પક્ષે ભારે ટીકા કરી હતી પરંતુ દેશના અન્ય નેતાઓ તથા પાર્ટીએ રાહુલ ગાંધીની આ હરકતને સહજ ગણાવીને તેમના ભાષણના વખાણ કર્યા હતા તેટલુંજ નહીં આંખ મારવા વાળા એક સીનથી સાઉથની એક ફિલ્મથી પ્રખ્યાત થયેલી પ્રિયા પ્રકાશ વારિયાર એ પણ રાહુલ ગાંધીની આ હરકતના વખાણ કર્યા હતા.
મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને ફિલ્મ અભિનેત્રી નગમાં ને રાહુલનું આંખ મારવું સહેજ પણ ખોટું લાગ્યું નથી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની આંખની આ હરકતના અનેક અર્થ થઇ શકે છે. નગમાં એ ઇન્દોરમાં મીડિયા સાથે રૂબરૂ થતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં કોઇના કંઇ પૂછવા પર આંખ મારી હશે. તેમના આંખ મારવાના અનેક મતલબ હોઇ શકે છે.
રાહુલ ગાંધીની આંખ મારવાની ઘટનાને લોકસભાના સધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા ગૃહની ગરિમાને ધ્યાનમાં રાખીને અયોગ્ય ગણાવ્યું હતું. આ અંગે નગમાએ કહ્યું કે, આ ઘટનામાં કશુંય ખોટું નથી. શું રાહુલ ગાંધીએ કોને ગાળ દીધી હતી? ફિલ્મ બાગીથી 90ના દશકમાં બોલિવૂડમાં પગલું માડનાર અભિનેત્રીએ કહ્યું કે આંખ તો કોઇ પણ મારી શકે છે. જો હું આંખ મારી દઉં તો!! એનો એ મતલબ નથી કે, બે મિનિટ પહેલા મેં જે પણ વાતો કહી એ બધી જ ખોટી છે??
કંગના પર સાધ્યું નિશાન
તાજેતરમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દ્વારા પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા હતા. જે અંગે નગમાં એ જણાવ્યું હતું કે, કંગનાએ માત્ર સમાચારમાં રહેવા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. કંગનાને દેશમાં મહિલાઓ ઉપર વધતા અત્યાચારો અંગે કોઇ જાણકારી નથી. તે પોતાને પ્રખ્યાત કરવા માટે કરણ જોહર અને ઋતિક રોશન વિશે પણ ખોટું બોલી હતી.
બીજેપી એકલી પડી ગઈ છે
આ ઉપરાંત નગમાં એ કહ્યું કે, શિવસેનાનો સાથ છોડ્યા પછી બીજેપી મહારાષ્ટ્રમાં એકલી પડી ગઇ છે. એટલા માટે બીજેપી અધ્યક્ષ અમિત શાહને મરાઠી લોકોના વોટ મેળવવા માટે લતા મંગેશકર અને માધુરી દીક્ષિત જેવી ફિલ્મી હસ્તીઓને મળવું પડી રહ્યું છે.



