CultureEntertainmentGujarat

ગીતા રબારી ની સફર… ગુજરાતી શાળાથી ગુજરાતીઓના દિલ સુંધી… જાણો!

ગીતા રબારી નામ સાંભળતા જ મગજ માં રોના શેરમાં ગીતના શબ્દો નીકળી પડે બસ આવી જ જબરદસ્ત સફર છે ગુજરાતી સિંગર ગીતા રબારી ની. ક્યારેય થાક્યા નથી ક્યારેય હાર્યા નથી. કપરા સમયમાં જબરદસ્ત ઉત્સાહ સાથે આગળ વધ્યા છે અને આજે ગુનારાતીઓના દિલો દિમાગ પર રાજ કરે છે. છે ને મજેદાર! તેમનું જીવન એક અદભુત પ્રેરણા સ્ત્રોત છે. તો જાણીએ થોડું ગીતા બેન વિશે.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

કચ્છ હા ગુજરાતના કચ્છથી એક અનોખી સફર શરૂ થાય છે. કચ્છ લોકગીત, લોક કળા અને ગુજરાતી સંસ્કૃતિનો પાયો ગણાય છે. બસ એ જ કચ્છ થી આવે છે ગીતા રબારી જેમણે ના માત્ર ગુજરાતના ગામડાઓમાં પણ શહેરમાં પણ લોકોને પોતાના જબરા ફેન બનાવી દીધા છે. માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાતના કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં વર્ષ 1996માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો. કચ્છી અને એમાં પણ રબારી એટલે સંસ્કૃતિમાં જબરદસ્ત રસ અને કઈંક નવું કરવાની મહેચ્છા તો જાણે ગીતા બેનમાં જન્મજાત હતી. માત્ર 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. શરૂઆતમાં તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા કાર્યક્રમો આપવા આજુબાજુના ગામમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજના જાદુના લીધે સમગ્ર કચ્છ પંથકમાં તેમના જીવંત કાર્યક્રમોની માંગ વધવા લાગી. બસ પછી શું ગીતા બેને પાછળ વળીને જોયું નથી આજે તેઓ ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા અને ઇનામ રૂપે 250₹ આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો ગીતા રબારી ઘણા જીવંત કાર્યક્રમો કરે છે. લોકગીત, ડાયરો, ભજન કીર્તન વગેરે તેમના અવાજમાં કેટલીય સીડીઓ પણ રેકોર્ડ થઈ છે અને તેઓ હવે આલબમ ગીત પણ કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી આજ સુંધીમાં ૧.૫૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

ગીતા બેને ઘણા સમયથી એટલે ખૂબ નાની ઉંમરથી સંગીત ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરેલી તેમના બે આલબમ ગીતો રોણા શેરમા અને એકલો રબારી એ તેમની કારકિર્દીમાં માઈલસ્ટોન સાબિત થયા. આ બંને ગીતોની જબરદસ્ત સફળતા એ ગીતા રબારી ને જબરદસ્ત પ્રસિદ્ધિ અપાવી. યુટ્યુબ હોય કે રોડ રસ્તે ચાલતી રીક્ષા દરેક જગ્યાએ રોજનું એક વાર રોણા શેરમાં તો સાંભળવા મળે જ.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા એટલે કુદરતની કરામત જ હોય. હાલમાં ગીતા રબારી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક ગીત લખવામાં આવ્યું છે અને આ ગીત તેમને અર્પણ કરવામાં આવ્યું છે. ગીતા રબારી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સંસદ ભવન દિલ્લી જઈને તેમની મુલાકાત કરીને તેમના માટે લખવામાં આવેલું ગીત અર્પણ કરવામાં આવ્યું હતું.

ગીતા રબારી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગીતા રબારી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ ભણ્યા હતા. તેઓ પીએમ મોદીને તેમના પ્રેરણા સ્ત્રોત માને છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગીતા રબારી નું ગીત સાંભળીને ખુશ થઈને 250₹નું ઇનામ આપ્યું હતું.

Show More

Related Articles

Back to top button