GujaratReligious

મોરારીબાપુ નું વિવાદાસ્પદ નિવેદન! સંતસમાજે બાપુને આપ્યો જવાબ! વિવાદ ઘેરાયો! જાણો!

વિવાદ અને મોરારી બાપુને જાણે જૂનો સંબંધ હોય તેમ એકબીજાનો પીછો છોડતા નથી. મોરારીબાપુ પોતાની કથામાં વિવાદાસ્પદ નિવેદન કરીને કોઈને કોઈ વિવાદનો મધપૂડો છેડે જ છે. વ્યાસપીઠ પરથી કેટલીયવાર મોરારીબાપુ રાજકીય ટીકા ટિપ્પણી પણ કરી ચુક્યા છે અને ઘણીવાર સરકારના વખાણ કરીને વિપક્ષ સામે આંગળી પણ ચીંધી ચુક્યા છે. તો કેટલાક રાજકીય નેતાઓ તેમને કથાકારના બદલે રાજનૈતિક કથાકાર પણ ગણાવી ચુક્યા છે. પરંતુ મોરારીબાપુએ આ વખતે મોટા વિવાદને આમંત્રણ આપી દીધું છે.

મોરારીબાપુ
ફોટો: સોસીયલ મીડિયા

મોરારીબાપુએ નીલકંઠવર્ણી પર કટાક્ષ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો તેમનાથી નારાજ થયા છે અને મોરારીબાપુના આ નિવેદનથી હરિભક્તોની લાગણી દુભાઈ છે. પહેલા જણાવ્યું એમ મોરારી બાપુ અને વિવાદ એકબીજાનો પીછો છોડતા નથી આવખતે પણ બાપુએ મોટા વિવાદને જન્મ આપી દીધો છે. વ્યાસપીઠથી બાપુએ એક નહી અસંખ્ય હરિભક્તોની લાગણી દુભાવી છે અને એક કથાકારને શોભે નહીં તેવું નિવેદન આપ્યું છે. જેના કારણે સંત સમાજમાં પણ રોષની લાગણી પ્રવર્તી જવા પામી છે.

મોરારીબાપુ
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ એ તેમની એક કથા દરમિયાન આડકતરી રીતે કટાક્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સંત પર વિવાદાસ્પદ નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. મોરારીબાપુએ કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે વિવાદિત નિવેદન કર્યું હતું. જે વિવાદ હવે અટકવાનું નામ દેતો નથી. મોરારી બાપુના વિવાદિત નિવેદન બાદ સંતસામાજ તરફથી પણ મોરારીબાપુના નિવેદન સામે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને સાધુ સંત સમાજ સાથે હરિભક્તો પણ આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.

મોરારીબાપુ
ફોટો: સોસીયલ મીડિયા

આ વિવાદિત નિવેદનની વાત કરીએ તો એક કથામાં વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે જ નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય. કહીને મોરારીબાપુએ વિવાદનો મધપૂડો છેડયો છે. સંત સમાજ દ્વારા મોરારી બાપુના આ નિવેદન અંગે સીધો ટકરાવ જોવા મળી રહ્યો છે.

મોરારીબાપુ
ફોટો: સોસીયલ મીડિયા

વિવાદ વધુ વકરતાં મોરારીબાપુના આ વિવાદિત નિવેદન મુદ્દે બાપુને વિવેકસ્વરૂપ સ્વામી બગસરાવાળાએ કડકડતો જવાબ આપ્યો છે. અને તેમણે જણાવ્યું કે, શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ જ વનમાં જમાડ્યા હતા. અને માર્કડ રૂષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમેય આવી તેમના ચાર નામ પાડ્યા હતા જે ચાર નામમાં એક નામ નીલકંઠ પણ હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મોરારીબાપુના આ નિવેદનથી ના માત્ર સંત સમાજ પરંતુ કેટલાય હરિભક્તોની લાગણી દુભાઈ છે. અંતે તેમણે મોરારી બાપુ પર કટાક્ષ કરતાં તેમના નામ મોરારી શબ્દનો અર્થ પણ જણાવી બાપુ પર આકરો પ્રહાર કર્યો હતો.

મોરારીબાપુ
ફોટો: સોસીયલ મીડિયા

મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કઈંક કહ્યું હોય અને તેનો વિવાદ જાગ્યો હોય એવું આ પહેલી વખત નથી આ પહેલા પણ ઘણીવાર બાપુ વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે તેમજ વ્યાસપીઠ પરથી જ મોરારીબાપુ દ્વારા રાજકીય ટીકા ટીપ્પણી એકવાર નહીં અસંખ્યવાર કરવામાં આવી છે. પરંતુ આ વખતે બાપુએ ખુબજ મોટા વિવાદને જન્મ આપ્યો છે જે ઝડપથી શાંત થાય એવું લાગતું નથી. સંત સમાજ અને હરિભક્તો પણ મોરારીબાપુના આ વિવાદિત નિવેદન અંગે ધુંઆપુઆ છે.

મોરારીબાપુ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હજુ બે મહિના પહેલા જ વિધાનસભામાં પણ મોરારીબાપુ અંગે વિવાદ ઘેરો બન્યો હતો. મોરારીબાપુના રાશન કાર્ડ મુદ્દે વિધાનસભામાં વિવાદ સર્જાયો હતો. વિપક્ષ દ્વારા મોરારી બાપુના નામે સસ્તા અનાજનો પુરવઠો મેળવવાના મામલે વિધાનસભા સત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કથાકાર મોરારીબાપુની ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરીને સસ્તું અનાજ મેળવવામાં આવ્યું હોવાની ઘટનાને લઈ ગુજરાત વિધાનસભા ગૃહ ગુંજી ઉઠ્યું હતું. જે વિવાદ હજુ માંડ માંડ શાંત થયો છે ત્યારે નવા વિવાદનો વંટોળ તૈયાર થઈ ગયો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!