ભાજપ સામે હાર્દિક અને રાહુલે કરી સિંહ ગર્જના! જાણો શું કહ્યું.

હાર્દિક પટેલ દ્વારા લોકસભા ચુંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાર્દિકે આ બાબતે પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને જનતાના અભિપ્રાય પણ માંગ્યા હતાં.

હાલ હાર્દિક લોકસભા ચુંટણી કઈ બેઠક પરથી લડવાનો છે એ ફાઇનલ નથી પરંતુ લોકસભા ચુંટણી જંગ માં ઝંપલાવશે એ નક્કી છે. સૂત્રો પ્રમાણે હાલ અમરેલી લોકસભા અથવા ઉત્તર ગુજરાતની કોઈ બેઠક પર લડી શકે છે હાર્દિક પટેલ એવા સમાચાર છે.

હાર્દિક પટેલ દ્વારા આમતો ઘણીવાર આડકતરી રીતે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધવામાં આવ્યું છે. હાલમાં જ્યારે હાર્દિક પટેલ ઉત્તરપ્રદેશના પ્રવાસે હતા ત્યારે પણ આરએસએસ પર નિશાન સાધ્યું હતું.

ગઈ કાલે હાર્દિક પટેલે સીધું ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, અમે ભારત વિરુદ્ધ નહીં પણ અમે ભાજપ વિરુદ્ધ લડીએ છીએ કરણ કે ભાજપ આપણા ભારત અને સંવિધાન વિરુદ્ધ છે.

હાર્દિક દ્વારા કરવામાં આવેલી સિંહ ગર્જનાથી ભાજપમાં સોંપો પડી ગયો છે અને કોઈ હાર્દિક પટેલને જવાબ આપવા આગળ આવ્યું નથી.

બીજી તરફ દિલ્લીમાં રાહુલ ગાંધીએ “મારુ બંધારણ મારુ સ્વાભિમાન” કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને નરેન્દ્ર મોદી પર અત્યાર સુંધીનો સૌથી મોટો એટેક કર્યો હતો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નરેદ્ર મોદી ડરપોક છે, તમે તેમને ટીવી પર જોયા હશે તેમના હાવભાવ ડરી ગયેલા વ્યક્તિ જેવા છે.

વધુમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંક્યો અને તેમને ઓપન ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી. તેમજ નોટબંધી, જીએસટી સમેત અન્ય મુદ્દાઓ પર ભાજપને ઘેરી વળ્યાં. રાહુલ ગાંધીએ એમ પણ ઉમેર્યું કે ભાજપ અને આરએસએસ પોતાને દેશની ઉપર માને છે પરંતુ ત્રણ મહિના પછી જનતા એમને ખબર પાડશે કે દેશ ઉપર છે અને તે નીચે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પણ સંવિધાન મુદ્દે નરેન્દ્ર મોદી અને આરએસએસની ઘેરાબંધી કરી ચુક્યા છે અને ગઇ કાલે હાર્દિકે ડાયરેકટ ભાજપ પર નિશાન સાધ્યું અને ગઈ કાલે રાહુલ ગાંધી એ પણ બંધારણ મુદ્દે આયોજિત એક પ્રોગ્રામમાં ભાજપની ઘેરાબંધી કરી.