IndiaPolitics
Trending

શું કોંગ્રેસ સાથે જોડાઈ જશે વરુણ ગાંધી? જાણો શું કહ્યું રાહુલ ગાંધી એ.

ઘણા સમયથી વરુણ ગાંધીના કોંગ્રેસ માં જોડાવા અંગેની વાતો રાજકીય ગલીઓમાં ધમધમાટ ચાલી રહી છે અને આ વાતો છેક દિલ્લી રાહુલ ગાંધી અને વરુણ ગાંધીના ઘરના બારણાં સુંધી સંભળાવા લાગી છે ત્યારે રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી અને વરુણ ગાંધી બંને પિતરાઈ ભાઈઓ છે એટલે આવી ચર્ચાઓ વધારે વેગથી વહેતી થઈ ગઈ છે. હાલમાજ પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં ઓફિશિયલ જોડાઈ ગયા છે ત્યારે વરુણ ગાંધીના ભાજપ છોડી ને કોંગ્રેસ સાથે જોડાઈ જશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે રાહુલ ગાંધી ને સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે આ અંગે મને કોઈ પ્રકારની જાણકારી નથી.

ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી એ આપેલા પ્રત્યુત્તર થી હાલતો આ ચર્ચા શાંત થઈ ગઈ છે પણ સસ્પેન્સ હજુ પણ બનેલું છે કે શું વરુણ ગાંધી ભાજપનું કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડશે?

ફોટો: સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે વરુણ ગાંધી પણ ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સાંસદ છે. રાહુલ ગાંધી અને વરુણ વરુણ ગાંધી બંને પિતરાઈ ભાઈ છે. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે હજુ બે દિવસ પહેલા જ બહેન પ્રિયંકા ગાંધીને ઓફિશિયલી કોંગ્રેસ પાર્ટી સાથે જોડવામાં આવ્યા છે અને તેમને પાર્ટીના મહાસચિવ બનાવીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ફોટો: સોશિયલ મીડિયા

હાલના સમયમાં વરુણ ગાંધી અને મોદી સરકાર બચ્ચે અનબનના સમાચારો વહેતા થયા છે એટલે ત્યાં પણ બધુંય સહીસલામત તો નથીજ એવું કહી શકાય. વરુણ ગાંધીના માતા મેનકા ગાંધી હાલમાં કેન્દ્રની મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે.

ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં ઓડિશામાં નરેન્દ્ર મોદી પર નિશાન ટાંકતા રાહુલ ગાંધી એ જણાવ્યું કે, સરકારની આખીયે કેબિનેટ પીએમ મોદીન નિર્ણયની વિરુદ્ધમાં હોય છે પણ કોઈ પાસે પીએમ મોદી સામે બોલવાની તાકાત નથી, તેઓ પીએમ મોદી વિરુદ્ધ બોલી નથી શકતા.

ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસ પાર્ટી દરેકનો અવાજ સાંભળે છે અને પીએમ મોદી પોતે એવું માને છે કે તેમને બધુંય ખબર છે એટલે તેઓ કોઈનું સાંભળતા નથી. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આજ ફરક છે.

ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે અને બીજી તરફ રાહુલ ગાંધીના અગ્રેસીવ તેવર ના કારણે કાર્યકર્તાઓ તો ચાર્જ થઈ રહ્યા છે સાથે સાથે મીડિયા પણ રાહુલ ગાંધીના નિવેદનને બતાવવાનું કે રાહુલ ગાંધીને કવર કરવાનું ચુકતા નથી. 2019ની લોકસભા ચુંટણી ઐતિહાસિક બની રહેશે એ નક્કી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!