Social Media BuzzWorld

સ્વચ્છ ટ્વિટર અભિયાનમાં દેશ વિદેશના નેતા, અભિનેતા અને સેલીબ્રીટીની ખુલ્લી પડી પોલ

મોદીના 3 લાખ રાહુલના 15 હજાર તો કેજરીવાલના 91 હજાર ફોલોવર્સ થયા ઓછા

ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા ફોલોવર્સ સસ્પેન્ડ કરાયા

માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા ફોલોવર્સ સસ્પેન્ડ કરાયા  ઇનએક્ટિવ, બ્લોક બોટ અને ફેક ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્વચ્છ ટ્વિટર અઅભિયાન માં દેશ વિદેશના ટોચના નેતાઓ, સેલિબ્રિટીઓ અને અભિનેતાઓ ના ફોલોવર્સ હજારો લાખોની સંખ્યામાં ઘટી ગયા છે. અને તેમની પોલ ખુલ્લી પડી છે.

ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી ટ્વિટર આ અભિયાન ચલાવી રહ્યું છે ટ્વિટર મારફતે મળતી ધમકી, બુલિઇંગ જેવી ઘટનાઓ ને પગલે ટ્વિટર દ્વાર મને કે કમને કડક પગલાં લેવાઈ રહ્યા છે ગત વર્ષે ટ્વિટરે બોલિવુડ સંગીતકાર અભિજીતનું વેરીફાઇડ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું અને એક દાખલો બેસાડ્યો હતો. તેવીજ રીતે ટ્વિટરે મોટું મન કરીને પોતાના પ્લેટફોર્મ પરથી નકલી, બોટ અને ઇનએક્ટિવ બ્લોક એકાઉન્ટને મોટેપાયે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ આવું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ના 60 હજાર જેટલા ફોલોવર્સ ઓછા થઈ ગયા હતા જેનો બળાપો મહાનાયકે ટ્વિટર પર ટ્વિટ કરીને કાઢ્યો હતો.

ફોલોવર્સ ઘટ્યા

હાલમાં ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં નરેન્દ્ર મોદીના 3લાખ જેટલા નકલી ફોલોવર્સ ઓછા થઈ ગયા છે તેવીજ રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 17 હજાર, અરવિંદ કેજરીવાલ ના 91 હજાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના 33 હજાર અને સુષ્મા સ્વરાજના 74 હજાર જેટલા નકલી ફેક એકાઉન્ટ રદ થઈ ગયા છે.

નેતા તો નેતા અભિનેતા પણ

બોલીવુડ તરફ નજર કરીએ તો મહાનાયક અમિતાભ બચ્ચન ના 4 લાખ 24 હજાર, શાહરુખ ખાનના 3 લાખ 62 હજાર, સલમાન ખાનના 3 લાખ 41 હજાર, આમિર ખાનના 3 લાખ 17 હજાર, પ્રિયંકા ચોપડાના 3 લાખ 55 હજાર, દીપિકા પદુકોણના 2 લાખ 88 હજાર જેટલા નકલી ફેક એકાઉન્ટ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધા છે.

સત્તાવાર જાહેરાત કરી હતી

ટ્વિટર દ્વારા સેનેટાઈઝેશન અંગે સત્તાવાર જાહેરાત કરાય બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. જેની જાહેરાત ટ્વિટર સાથે સંકળાયેલા લોકો એ ટ્વિટ કરીને કરી હતી. હજુ આ બીજો રાઉન્ડ હતો અને સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્વીતર દ્વારા આ સ્વચ્છતા અભિયાન હજુ વધારે આગળ ધપાવવામાં આવે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!