IndiaPolitics

કમલનાથ મંત્રીની અજબ જાહેરાત! બેંગ્લોર રહેલા બાગી ધારાસભ્યોમાં ફફડાટ!

મધ્યપ્રદેશ કમલનાથ સરકાર પર સંકટ તોળાઇ રહ્યું છે અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રીની પાઘડી પહેરવા આતુર બની ગયા છે. મધ્યપ્રદેશમાં આ સંકટ કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના યુવા નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડી દીધા બાદ આવ્યું છે. મુખ્યમંત્રી કમલનાથ સરકાર બચાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. ત્યારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે શિવરાજસિંહ ચૌહાણ સર્વોચ્ચ અદાલતે પહોંચ્યાં છે. સર્વોચ્ચ અદાલત દ્વારા આ બાબતે મધ્યપ્રદેશ સરકારને નોટિસ કાઢવામાં આવી છે. જે અંગે આજે સુનાવણી યોજાશે.

મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

કમલનાથનો માસ્ટરસ્ટ્રોક વિધાનસભા સ્થગિત

પરંતુ રાજનીતિના અઠંગ ખિલાડી કમલ નાથ દ્વારા ભાજપ કશું સમજે એ પહેલા વિધાનસભા બરખાસ્ત કરવાનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. અને આજે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. કમલનાથ સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલનું ભાષણ અને તેના બાદ તેમનું અભિવાદન મુખ્ય હતા. પરંતુ થયું એવું જે અંગે ભાજપને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય. ફ્લોર ટેસ્ટ ના થયો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલનાથ ભાજપના ધારાસભ્યો સુંધી પહોંચી ગયા અને ત્રણ બાગી ધારાસભ્યોને કોંગ્રેસ સાથે રહેવા માટે મનાવી પણ લેવામાં આવ્યા છે. જેમાં એક ધારાસભ્ય ધ્વારા કમલ નાથ સાથે બેઠક કરી લેવામાં આવી હતી.

કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

બાગી ધારાસભ્યોમાં ફફડાટ

પરંતુ આ તમામ તામઝામ વચ્ચે કમલ નાથ સરકારના મંત્રીની જાહેરાત બાદ બેંગ્લોર માં બેઠેલા બાગી ધરાસભ્યોમાં ડરનો માહોલ સર્જાઈ ચુક્યો છે અને એક વાર આ ડરના કારણે તમામ બાગી ધારાસભ્યો બેંગ્લોર એરપોર્ટથી પરત ફર્યા હતાં અને ભોપાલ આવ્યા નોહતા. કમલનાથ સરકારના મંત્રી પહેલા આ વાત દિગ્વિજયસિંહ પણ કહી ચુક્યા છે. દિગ્વિજયસિંહે કહ્યું હતું કે બેંગ્લોરમાં કોરોના સંક્રમણ છે એટલે બેંગ્લોર ગયેલા ધારાસભ્યો ભોપાલ આવે ત્યારે તેમને પ્રશિક્ષણમાં મોકલવા પડશે તેમના આરોગ્યની ચકાસણી થયા બાદ જ તેમને આગળની કાર્યવાહીમાં ભાગ લેવા દેવામાં આવશે. કે બાદ આ નિવેદન કમલનાથ દ્વારા પણ દોહરાવવામાં આવ્યું હતું.

કમલનાથ, મધ્યપ્રદેશ, કમલનાથ સરકાર, madhya pradesh, Jyotiraditya Scindia, Kamal Nath, digvijay Singh
ફોટો સોશિયલ મીડિયા

કમલનાથ મંત્રીની જાહેરાત

કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પી.સી. શર્મા એ જણાવ્યું હતું કે, જે ધારાસભ્યો બેંગ્લોરમાં છે તે અને હરિયાણાથી પાછા ફરેલા તમામ ધારાસભ્યોનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો જોઈએ આ ગંભીર વાયરસ છે જે પ્રદેશમાં ફેલાઈ શકે છે. આ બાબતનું સમર્થન કૃણાલ ચૌધરી દ્વારા પણ આપવામાં આવ્યું હતું. જે બાબતે કમલનાથ અને દિગ્વિજયસિંહ પણ ગંભીર દેખાઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં તેઓ ધારાસભ્યોની કસ્ટડી લેવા માંગે છે. જ્યારે બાગી ધારાસભ્યો ભોપાલ આવે ત્યારે અને ફ્લોર ટેસ્ટ વખતે આ ધારાસભ્યોને પોતાની તરફ વાળી દેવા માંગે છે. પરંતુ આ ત્યારે શક્ય બને જ્યારે બાગી વિધાયક ભોપાલ પહોંચે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

કમલનાથ, મધ્યપ્રદેશ,કમલનાથ સરકાર, madhya pradesh, Jyotiraditya Scindia, Kamal Nath, digvijay Singh
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક 19 જેટલા ધારાસભ્યો ઘણા સમયથી બેંગ્લોર છે જેના કારણે કમલનાથ સરકાર હચમચી જવા પામી છે અને ભાજપ દ્વારા રાજ્યપાલને રાજભાવન જઈને 106 ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ તેનો કોઈ મતલબ નથી સત્તા વિધાનસભા સ્પીકર પાસે છે અને તે ઈચ્છે ત્યારે થઈ શકે છે પરંતુ આ બાબતે સર્વોચ્ચ અદાલત પણ હસ્તક્ષેપ કરીને ફ્લોર ટેસ્ટનો આદેશ આપી શકે છે. જે બાબતે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તાત્કાલીક ફ્લોર ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!