IndiaPolitics

આવતા અઠવાડિયાથી શરુ થશે રાહુલ ગાંધી નું મિશન ક્લીન! જાણો!

૨૦૧૯ની ચુંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તમામ જવાબદારી સ્વીકારી હારની જવાબદારી લઈને રાહુલ ગાંધી એ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામું કોંગ્રેસ વર્કિંગ કમિટીને આપી દીધું છે. જે બાદ પાર્ટી કાર્યકરોમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર બન્યા રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

હાલ તે અંગે નિર્ણય લગભગ લેવાઈ ગયો છે કે રાહુલ ગાંધી નું રાજીનામું કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા નામંજુર કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સુરજેવાલા દ્વારા પણ પ્રેસમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા છે અને રહેશે. સાથે સાથે પાર્ટીમાં ચાર કાર્યકારી અધ્યક્ષની ફોર્મ્યુલા પર પણ વિચાર મંથન ચાલી રહ્યું છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવતા અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સક્રિય થઈને ઓપરેશન ક્લીન શરુ કરશે જેમાં કોંગ્રેસમાં બનીબેઠેલા વિવિઆઇપી નેતાઓ પર ગાજ વરસાવશે અને તેમની જગ્યાએ નવા લોકોને મહત્વ આપવામાં આવશે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર ઘણા સીનીયર નેતાઓને પણ આઉટ કરી દેવામાં આવશે જેમની તબિયત કે માંદગીના લીધે તેઓ વધારે સક્રિય નથી અને તેમની જગ્યાએ પાર્ટીના સેકંડ લાઈનના નેતાઓને કામગીરી સોંપવામાં આવશે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત કોંગ્રેસ કોર કમિટીની સાથે સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીને પણ બરખાસ્ત કરીને નવા ચહેરો લઈને નવી કમિટીનું ગઠન કરવામાં આવશે. સથે સાથે કાર્યકરો વર્કરો દ્વારા જે નેતાઓ સામે ચુંટણીમાં ગેરશિસ્ત અને પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવાની ફરિયાદો માં આવી છે તે તમામ રીપોર્ટ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

લોકસભામાં કોંગ્રેસ દ્વારા નેતા વિપક્ષ કોને બનવવા તે અંગે પણ આવતા અઠવાડિયા સુંધીમાં નિર્ણય લઇ લેવામાં આવશે. આ સાથે નવા જ ચેહરાને સ્થાન આપવામાં આવશે તેવી માહિતી સુત્રી દ્વારા પ્રાપ્ત થઇ રહી છે. એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસમાં થતી અંતરીક ચુંટણીની પ્રથાને પણ નાબુદ કરવામ આવી શકે છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઘણા રાજ્યોની બોડી પણ ભંગ કરીને નવી બોડી બનવવામાં આવી શકે છે. જોકે જે રાજ્યોમાં હજુ એક વર્ષ પહેલા કે હાલમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવી બોડી બનવવામાં આવી હોય તેવા રાજ્યોને બાકાત રાખવાની પણ વિચારણા ચાલી રહી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં તબિયત કે ઉમરના કારણે સક્રિય નથી તેવા નેતાઓને સહસમ્માન વિદાય આપીને નવા અને યુવાન નેતાઓને મોટી અને મહત્વની જવાબદારી સોંપી શકે છે. આ કોંગ્રેસ એકદમ નવી અને યુવાન હશે તે પાક્કું જ છે. આ ઉપરાંત સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાં તાલુકા જીલ્લા કક્ષાએથી છેક નેશનલ સંગઠન સુંધી બદલાવ થવા જઈ રહ્યો છે. જેમાં વધારેને વધારે યુવાનો ને સ્થાન આપવામાં આવશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!