સરદાર પટેલની પ્રતિમા અનાવરણમાં એમના એક માત્ર પૌત્ર હાજર નહીં રહે

ગુજરાત સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટકાય પ્રતિમાના અનાવરણ સમારોહમાં એમના એક માત્ર જીવિત પૌત્ર ગૌતમભાઈ પટેલ હાજરી નઈ આપે.
છેલ્લા બે અઠવાડિયાથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વારંવાર ગૌતમભાઈ પટેલ નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જેથી તેમને કાર્યક્રમ સમાંરોહમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવે પરંતુ હવે આ અનવરણ સમારોહને એક અઠવાડિયા કરતા ઓછો સમય બાકી છે ત્યારે લાગી રહ્યું છે કે ગૌતમભાઈ પટેલ અને તેમની ફેમીલી આ તામઝામથી દુર રહેવા માંગે છે.
31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જયંતિના દિવસે એમની વિરાટકાય 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી મોદીના હાથે થવા જઈ રહ્યું છે જેની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે આ સમાચાર આવી રહયા છે કે સરદાર પટેલના એક માત્ર જીવિત પૌત્ર ગૌતમભાઈ પટેલ અને તેમનું ફેમિલી કદાચ આ સમારોહમાં હાજર નહીં રહે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વારંવાર ગૌતમભાઈ પટેલનો સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જેથી તે અનાવરણ સમારોહમાં હાજર રહી શકે. પરંતુ હવે આ સમારોહને એક અઠવાડિયા જેટલો સમય પરાણે બચ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે ગૌતમભાઈ પટેલ અને તેમનો પરિવાર આ તામઝામથી દૂર જ રહેવા માંગે છે.
ગૌતમભાઈ પટેલ અને તેમની પત્ની મંદીની પોતાનો થોડો સમય વડોદરા અને થોડો સમય અમેરિકામાં ગાળી રહ્યા છે. સરદાર પટેલ અને તેમના પત્ની ઝવેરબાને બે સંતાનો હતા- પુત્ર દહીયાભાઈ અને પુત્રી મણીબેન.
મણીબેને આજીવન લગ્ન કર્યા નહોતા અને 1993માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. દહીયાભાઈને બે સંતાન હતાં- બીપીનભાઈ અને ગૌતમભાઈ.
બિપિન ભાઈને કોઈ સંતાન નહોતા અને 2004માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ હિસાબે સરદાર પટેલનાં સીધા વારસદારમાં ખાલી ગૌતમભાઈ જ છે અને સરદાર પટેલની વિરાટકાય પ્રતીમાંના અનાવરણ સમારોહમાં તેમની સૂચક ગેરહાજરી ઘણું બધું કહી જાય છે. હાલ સુંધી તો સરકારને તેમના તરફથી આ સમારોહમાં હાજર રહેવાની કોઈ સ્પષ્ટતા મળી નથી.
તો હવે જોવાનું એ રહ્યું કે, સરદારના એકમાત્ર વારસદાર ગૌતમભાઈ પટેલ સરદાર પટેલના નામે થતાં આટલા મોટા તામઝામ સમારોહમાં હાજર રહેશે કે નહીં!?
ફોટો : સોસીયલ મીડિયા