IndiaPolitics

સંસદમાં આ મહિલા સાંસદ ની બોલબાલા, સિનેમા જગતના કલાકાર મળશે જોવા!

આવખતે દેશભરમાંથી ૭૮ મહિલા ચુંટણી જીતવામાં સફળ થઇ છે અને લોકસભા ના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં મહિલા સાંસદ ચુંટાઈને આવ્યા છે. લોકસભા ચુંટણી ૨૦૧૯માં ભાજપને સૌથી મોટી જીત મળી અને એનડીએના ખાતે ૫૪૨ સીટ માંથી ૩૫૨ સીટો મળી. લોકસભા ચુંટણીમાં આવખતે કેટલીય મહિલા જીતીને સંસદ પહોચી છે. આ ૭૮ મહિલા સાંસદ માંથી ૨૦ સંસદ યુવાન છે જેમની ઉંમર ૪૫ વર્ષથી ઓછી છે તો કેટલાક સાંસદોની ઉંમર ૨૫ થી ૨૮ વર્ષ છે. ફિલ્મ અને ટીવી સીરીયલની દુનિયાથી આવેલી આ મહિલાઓ પોતાના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

મીમી ચક્રવર્તી : બંગાળી ફિલ્મ અને ટેલીવિઝન દુનિયાની જાણીતી એક્ટ્રેસ મીમી ચક્રવર્તીએ પહેલી વાર લોકસભા ચુંટણી જંગમાં પગ મુક્યો અને સફળતા મેળવી. લોકસભા ચુંટણી સમયે મીમી ચક્રવર્તી ચર્ચામાં રહી હતી. તૃણમુલ કોંગ્રેસની ટીકીટ પર પશ્ચિમ બંગાળની જાદવપુર સીટથી લોકસભા ચુંટણી લડવાવાળી આ ૩૦ વર્ષની અભિનેત્રીનો ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. મીમીએ ભાજપના ઉમેદવાર અનુપમ હાજરાને ૨,૯૫,૨૩૯ વોટથી હરાવ્યા છે. મીમી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ મીમીનો ચાહક વર્ગ ખુબ મોટો છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

નુસરત જહાં : બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી નુસરત જહાં પણ હવે સાંસદ બની ગયા છે. નુસરત તૃણમુલ કોંગ્રેસની ટીકીટ પર બશીહાટ લોકસભા સીટથી ચુંટણી જીતી ગયા છે. નુસરતની ઉંમર માત્ર ૨૮ વર્ષ છે. પહેલીવાર ચુંટણી મેદાનમાં ઉતરેલા નુસરત જહાંએ ખુબજ મોટી જીત નોંધાવી છે. નુસરતે ભાજપના સાયંતન બસુને ૩,૫૦,૩૬૯ વોટથી હરાવ્યા છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે હમણાજ સંસદ ભવનના પ્રાંગણમાં નુસરત અને મીમીનો ફોટો સોસીયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ ગયો હતો. કેટલાક લોકોએ આ મહિલા સાંસદ પર તેમના પહેરવેશ મુદ્દે ભદ્દી કોમેન્ટ પણ કરી હતી.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

મહુઆ મોઇત્રા : આ ચુંટણીમાં તૃણમુલ કોંગ્રેસના બીજા એક ઉમેદવાર મહુઆ મોઇત્રાની પણ ખુબ ચર્ચા હતી. મહુઆ પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી સાંસદ બન્યા છે. તેમની ઉંમર ૪૪ વર્ષ છે. તેમણે ભાજપના કલ્યાણ ચોબેને ૬૩,૦૦૦ જેટલા મતોથી હરાવ્યા છે. તૃણમુલ કોંગ્રેસ દ્વારા સૌથી વધારે સંખ્યામાં મહિલા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી હતી. 

અપક્ષ
ફોટો: સોસીયલ મીડિયા

નવનીત કોર રાણા : ૭૮ મહિલા સાંસદોમાં અપક્ષ ચુંટણી જીતીને આવવાવાળા નવનીત કોર રાણા પણ છે. તેમણે અપક્ષ લડીને મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પર જીત મેળવી છે. નવનીત રાણાએ શિવસેનાના ઉમેદવાર અદ્સુલ વિઠોબાને હરાવ્યા, જોકે નવનીતને કોંગ્રેસનું સમર્થન હતું. નવનીતે શિવસેનાના ઉમેદવાર અદ્સુલ વિઠોબાને ૩૬,૯૫૧ વોટથી હરાવ્યા છે. તેમની ઉંમર ૩૩ વર્ષ છે. તેઓ રાજકારણની પહેલા અભિનય ક્ષેત્રમાં સક્રિય હતા.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

રીતી પાઠક : મધ્યપ્રદેશના સીધિથી ચુંટણી જંગમાં ભાજપના ઉમેદવાર રીતી પાઠક પણ સંસદ પહોંચનારા મહિલા સાંસદો માંથી એક છે. તેમની ઉંમર ૪૧ વર્ષ છે. રીતી પાઠકે કોંગ્રેસના અજય અર્જુનસિંહને ૨,૮૬,૫૨૪ વોટથી હરાવ્યા છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

હિમાદ્રી સિંહ : મધ્યપ્રદેશના શાહડોલ લોકસભા બેઠક પરથી ભાજપની ટીકીટ પરથી ચુંટણી જીતવામાં સફળ રહ્યા તેમની ઉંમર ૩૨ વર્ષ છે. હિમાદ્રીએ કોંગ્રેસના ઉમેદવાર પ્રમિલા સિંહને ૪,૦૩,૩૩૩ વોટથી હરાવ્યા છે. હિમાદ્રી રાજ ગોડ પરિવારથી આવે છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

પ્રીતમ મુંડે : મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા ગોપીનાથ મુંડેની બીજી પુત્રી પ્રીતમ મુંડે પણ ચુંટણી જીતવામાં સફળ રહ્યા છે. તેઓ મહારષ્ટ્રની બીડ બેઠક પર ફરીથી જીત્યા છે. તેમની ઉમર ૩૬ વર્ષ છે. તેમણે કોંગ્રેસના બજરંગ મનોહર સોનવણેને ૧,૬૮,૩૬૮ વોટથી હરાવ્યા છે. તેઓ ૨૦૧૪ની લોકસભા ચુંટણી પણ જીત્યા હતાં.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

રક્ષા નીખીલ ખડસે : મહારષ્ટ્રની રાવેર લોકસભા સીટ પર ભાજપના રક્ષા નીખીલ ખડસે ચુંટણી જીતીને સંસદ જવાવાળી મહિલાઓમાંથી એક છે. તેમની ઉંમર ૩૧ વર્ષ છે. ખડસેએ કોંગ્રેસના ઉલ્હાસ વાસુદેવ પાટીલને ૩,૩૫,૮૮૨ વોટોથી હરાવ્યા છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

પૂનમ માડમ : ગુજરાતની જામનગર સીટથી ચુંટણી જીતીને સંસદ પહોચ્યા છે. તેઓ ભાજપની સીટ પર ૨૦૧૪ ની લોકસભા પણ જીત્યા હતા. તેઓ આ પહેલા કોંગ્રેસમાં હતા અને ૨૦૧૪માં ભાજપમાં જોડાઈ ગયા હતા. ૨૦૧૯ માં તેઓ ફરી જીત્યા છે. તેમની ઉમર ૪૪ વર્ષ છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

રાજકુમારી દિયા કુમારી : રાજસ્થાનના રાજસમંદથી ભાજપે જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારીને લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમણે અહિયાથી ૫,૫૧,૯૧૬ વોટથી જીત્યા છે. દિયા કુમારી સામે કોંગ્રેસ ઉમેદવાર દેવકીનંદને ચુંટણી લડી હતી. દિયા કુમારી તેમની દાદી રાજમાતા ગાયત્રી દેવી પછી સાંસદ બનવા વાળા રાજપરિવારના બીજા સભ્ય બની ગયા છે. તેમની ઉંમર ૪૮ વર્ષ છે. તેઓ ભાજપના દિગ્ગજ મહિલા નેતાઓ માંથી એક છે.

મહિલા સાંસદ
ફોટો: સોસીયલ મીડિયા

રમૈયા હરિદાસ : તેઓ કેરલ કોંગ્રેસના ઉભરતા નેતા છે. આ વખતની લોકસભા ચુંટણીમાં તેઓ કેરળની અલાતુર લોકસભા બેઠકથી જીતી ગયા હતા. લોકસભા ૨૦૧૯ માં રમૈયા કેરલથી એક માત્ર મહિલા સાંસદ ચુંટાયા છે. રમૈયાને જયારે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે સૌ કોઈને નવાઈ લાગી હતી. રમૈયા પહેલી વાર લોકસભા પહોચ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!