
હાથરસ ઉત્તર પ્રદેશમાં બનેલી જઘન્ય ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઉત્તર પ્રદેશ સાથે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે અને પીડિતા અને તેના પરિવાર માટે ન્યાય માંગી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ પ્રશાસન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલી તાપસ અને કામગીરી પર ચારે બાજુથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને ફિટકાર લગાવવામાં આવી રહી છે. વિપક્ષના નેતાઓ સાથે સાથે ભાજપ નેતાઓ પણ યોગી આદિત્યનાથ પર કડક કાર્યવાહી કરવાનું દબાણ બનાવી રહ્યા છે. તેમજ પીડિતાના પરિવારને મદદ, સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહ્યા છે.

ભાજપ નેતાઓ દ્વારા યોગી આદિત્યનાથ ને આડે હાથ કહેવામાં આવ્યા છે.પહેલા ભજપની સહયોગી રહેલી પાર્ટી જેડીયું એ યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સવાલો ઉભા કર્યા હતા અને ત્યારબાદ ભાજપના દિગ્ગજ ગણવામાં આવતાં નેતા પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર અને પૂર્વ મુખ્યમંત્રી મધ્ય પ્રદેશ ઉમા ભરતી દ્વારા પણ યોગી આદિત્યનાથ ને જાહેરમાં કહ્યું હતું કે તમે ભાજપની અને તમારી છબી બગાડી રહ્યા છે. યુવતીના પરીવારને મીડિયા અને વિપક્ષી નેતાઓ સાથે મળવા દેવામાં આવે અને પોલિસ બંદોબસ્ત હટાવવામાં આવે.

આ તમામ વચ્ચે હવે કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે પણ યોગી આદિત્યનાથ ને ઘેર્યા છે. દિગ્વિજયસિંહ દ્વારા યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથે જેમણે ગુરુ ગોરખનાથના નામને કલંકિત કર્યું છે. એ ગુરુ ગોરખનાથ જેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબને, દલિતને અને ગેર હિંદુઓને પણ તેમણે નાથ સંપ્રદાયમાં શામેલ કર્યા હતાં તેમને કલંકિત કર્યા છે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથ એ મઠ પર બેસવાને લાયક નથી. દિગ્વિજયસિંહ દ્વારા યોગી આદિત્યનાથને આડેહાથ લેવામાં આવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું ઉમા ભારતીજી ને બધાઈ આપું છું કે તેમણે જે સાહસ સાથે અને કડક શબ્દોમાં વાત કરી છે. આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે પણ નિશાન સાધ્યું છે. દિગ્વિજયસિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી જી નાની વાતો પર ટ્વિટ કરો છો, સ્મૃતિ ઈરાની જી દુનિયાભરની વાત કરો છો શરમ આવી જોઈએ કે આ સમયે તમે ચૂપ છો. યોગી આદિત્યનાથ પર દિગ્વિજયસિંહનું નિવેદન એ યોગી આદિત્યનાથ પરનો અત્યાર સુંધીનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે, ઉમા ભારતીના નિવેદન બાદના દિવસે યોગી આદિત્યનાથ ઢીલા પડ્યા હતા અને પીડિતાના પરિવાર સાથે મીડિયાને અને વિપક્ષ નેતાઓને મળવા દેવાની છૂટ આપી હતી. ઉમા ભરતી દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે યોગી જી તમે ભાજપની આબરૂ બગાડી રહ્યા છો. હું અત્યારે કોરોના વૉર્ડમાં ભરતી છું પરંતુ જો મને કોરોના નું સંક્રમણ ના હોત તો હું સૌથી પહેલા પીડિતાના પરિવારને મળવા પહોંચી જાત. ભાજપ નેતાઓ અને ભાજપની સહયોગી પાર્ટીઓ દ્વારા ફિટકાર લગાવવામાં આવતા યોગી સરકાર દ્વારા પીડિતાના પરીવાર સાથે મીડિયા અને વિપક્ષ નેતાઓને મળવાની છૂટ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાથરસ કાંડ ની તપાસમાં લીપાપોતી થઇ છે. અડધી રાત્રે પીડિતાના સબને સળગાવવી એ અમાનવીય કૃત્ય છે તેવો વિપક્ષનો યોગી સરકાર પર આરોપ મુકવામાં આવ્યો છે. આ કેસમાં યોગી સરકાર દ્વારા કેટલાક પોલિસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુંધી ડીએમ ને સપસેન્ડ કે બદલવામાં આવ્યા નથી જે વિપક્ષની માંગણી હતી. આ કેસને યોગી સરકાર દ્વારા સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે.