IndiaPolitics

પંજાબમાં ખેતી બચાઓ યાત્રામાં રાહુલ ગાંધી એ કરી મોટી જાહેરાત! મોદી સરકારને કહ્યું…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર પર ફરીથી એકવાર પ્રહાર કર્યો છે. પંજાબના મોગામાં ખેતી બચાવો યાત્રા ને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી એ કહ્યું કે જો સરકાર દ્વારા આ બિલ પાસ કરવું જ હતું તો સૌથી પહેલા લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવી જોઈતી હતી. રાહુલ ગાંધી એ કહ્યું કે, હું ખેડૂતોને ગેરંટી આપું છું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે એજ દિવસે આ ત્રણેય કાળા કાયદાઓને કચરાના ડબ્બામાં નાખી દેવામાં આવશે.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ કહ્યું કે તે પંજાબના ખેડૂતોને ખાતરી આપવા માંગે છે કે, કોંગ્રેસ દેશભરમાં ખેડૂતો સાથે ઊભી રહી છે અને કોંગ્રેસ એક ઇંચ પાછળ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર એમએસપીને સમાપ્ત કરવા માંગે છે અને કૃષિનું આખું બજાર અંબાણી અને અદાણીને સોંપવાનું ઇચ્છે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી તેવું થવા નહીં દે. મોદી સરકાર ને આડે હાથ લેતા કહ્યું કે, જો ખેડૂતો આ નવા કાયદાઓથી ખુશ હોય, તો ખેડૂતો શા માટે દેશભરમાં પ્રદર્શન કરે છે? શા માટે ખેડૂતો પંજાબમાં પ્રદર્શન કરે છે? કોરોના મહામારીના સમયમાં આ ત્રણ કાયદાઓ અમલમાં મૂકવા માટે મોદી સરકારે કેમ ઉતાવળ કરી?

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું માનું છું કે હાલની સિસ્ટમ જે ખેડૂતોની પેદાશને ખરીદવા માટે બનાવવામાં આવી છે તેમાં ઘણી ખામીઓ છે. પરંતુ આ સિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરીને તેમાં સુધારો કરવાની જરૂર છે તેને નષ્ટ કરવાની જરૂર નથી. કારણ કે જો આ સિસ્ટમ નષ્ટ થઈ ગઈ તો ખેડૂતો પાસે કશું બાકી રહેશે નહીં. ખેડૂતોને સીધું અદાણી અને અંબાણી સાથે વાત કરવી પડશે અને આ વાતચીતમાં ખેડૂત મરી જશે.આ મોદી ની નહીં અદાણી અંબાણીની સરકાર છે. ખેડૂતોને કોર્પોરેટના હવાલે કરવાનું ઈચ્છે છે સરકાર.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીએ ફરી એક વખત કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદી સરકાર છે, પરંતુ તે ખોટું છે આ અંબાણી અને અદાણીની સરકાર છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જી ને અંબાણી અને અદાણીને ચલાવે છે, જીવન આપે છે. અને તેના માટે મીડિયાનો ઉપયોગ થાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી જી તેમની જમીનને સાફ કરે છે અને તેઓ બદલામાં મોદી જીને સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ત્રણેય ખેડૂત વિરોધી કાયદાઓ કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીએ યુપીના હાથરસ માં બનેલી જઘન્ય ઘટના વિશે પણ વાત કરી હતી અને કહ્યું કે મુખ્યમંત્રી અને પ્રશાસન દ્વારા પીડિતાના પરિવારને ન્યાય આપવાના બદલે તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા તેમને ધમકાવવામાં આવતા હતા. કોંગ્રેસ પાર્ટી જયાં જ્યાં અન્યાય થશે ત્યાં ત્યાં જઈને ન્યાય માટે લડાઈ લડશે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!