
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓના નાપાક હુમલામાં CRPF ના 44 જેટલા જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના જવાનોમાં ઓણ પોતાના સાથીઓ મિત્રોનો બદલો લેવા માટેનું જૂનુંન સવાર થઈ ગયું છે સાથે સાથે આખાય દેશમાં આતંકવાદીઓ પર ગુસ્સો અને ફિટકારની ભાવના અને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે એક માનવતા ભર્યો કિસ્સો સામે આવી રહ્યો છે.

દેશના ઝારખંડ રાજ્યના પશ્ચિમ સિંહભુમ જિલ્લામાં નક્સલવાદીઓ અને CRPF ના જવાનો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો. સિરપીએફના જવાનોને ઇનપુટ મળ્યા હતા કે, નક્સલવાદીઓ કોઈ કાવતરું ઘડવા માટે 20 થી 25 નક્સલવાદી ભેગા થઈને મિટિંગ યોજવાના હતા.

આ ઇનપુટ પ્રમાણે જવાનો દ્વારા આ જગ્યાને ચારેબાજુથી ઘેરી લેવામાં આવી હતી અને નક્સલવાદીઓને શરણાગતિ સ્વીકારવા જણાવ્યું હતું પરંતુ નક્સલવાદીઓ શરણાગતિ સ્વીકારવા તૈયાર ના થયા.

નક્સલવાદીઓ એ બચવા માટે વિષફોટક પદાર્થો વડે વિસ્ફોટ કર્યા અને અંધાધૂંધ ગોળીબાર પણ કર્યા જોકે CRPF ના જવાનોની અગમચેતીના કારણે કોઈ મોટી જાનહાની થઈ નોહતી પરંતુ તમામ નક્સલવાદીઓ બચવામાં સફળ થયા હતા.

બીજી તરફ સીઆરપીએફના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા લોહિયાળ જંગમાં કોઈ જાણ હાનિ થઈ નહોતી પરંતુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં જવાનોએ નક્સલોના કેમ્પમાં મોટા પાયે વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી જેનો સુરક્ષા કર્મીઓએ નાશ કર્યો હતો. જ્યારે 57 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા હતા જે જપ્ત કર્યા હતા.

વધુમાં તપાસ કરતાં તેજ જગ્યાએ એક મહિલા લોહીલુવાણ હાલતમાં મળી આવી હતી જેના પગ પર ગોળી વાગી હતી અને લોહી પાણીની જેમ વહી રહ્યું હતું.

મહિલાના ડાબા પગમાં ગોળીવાગી હતી એટલે તે ભાગી શકે તેવી હાલતમાં નોહતી પરિણામે તે ત્યાંજ ફસડાઈ પડી હતી તેના સાથીઓ તેને ત્યાંજ મૂકીને પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા.

લોહીથી લથબથ અને ઇજાથી કણસતી મહિલાને જોઈને જવાનોએ માનવતા બતાવી અને મહિલાને તાત્કાલિક ફસ્ટએડ આપ્યા બાદ નજીકના સરકારી દવાખાન સોનુઆ પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઇ ગયા હતા.

સરકારી દવાખાનના તબીબે તપાસીને કહ્યું કે લોહી વધારે વહી ગયું છે ઝડપથી મોટી હોસ્પિટલ એમજીએમમાં લઇ જવા પડશે. જવાનો તે મહિલાને લઈને એમજીએમ હોસ્પિટલ પહોંચ્યા.

હોસ્પિટલ પહોંચતા જ તબીબે જણાવ્યું કે લોહી ખુબજ વહી ગયેલ છે લોહી ચડાવવું પડશે નહીંતર મહિલાની જાન જતી રહેશે. આ સાંભળીને ત્રણ સીઆરપીએફના જવાનોએ એ નક્સલી મહિલાને લોહી આપ્યું.

આ ત્રણ CRPF જવાનો એટલે કે, એએસઆઈ પંકજ શર્મા, હેડ કોન્સ્ટેબલ બિચિત્રકુમાર સ્વૈન અને કોન્સ્ટેબલ બીરબહાદુર યાદવ દ્વારા આ મહિલાને લોહી આપતા તેનો જીવ બચી જવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના પણ 14મી ફેબ્રુઆરી એ જ બની જ્યારે જમ્મૂ કાશ્મીરના પુલવામા માં આતંકવાદી ઘટનામાં 44 જેટલા સીઆરપીએફના જવાનો શહિદ થયા હતા.