Point Of LawSupreme CourtTop Stories

પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ દરેક વ્યક્તિના હક અધિકારોની રક્ષક છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વના ચુકાદામાં વ્યક્તિઓના હક ને સુરક્ષિત કરતું અવલોકન કર્યું છે, સુપ્રીમ કોર્ટ એ જણાવ્યું કે પોલીસ કસ્ટડીમાં આપવામાં આવેલ નિવેદન માન્ય પુરાવા તરીકે ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કસ્ટડીમાં આપેલા કબૂલાતી અથવા સ્વૈચ્છિક નિવેદન તથા તેની વિડિયોગ્રાફી આધારે આરોપીને દોષિત ઠરાવી શકાય નહીં, જો અન્ય કાયદેસર અને વિશ્વસનીય પુરાવા હાજર ન હોય.

ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત, ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટ અને ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાની બનેલી બેન્ચે અવલોકન કર્યું કે, પોલીસ સમક્ષ કરેલી કબૂલાત ધરાવતી વિડીયોગ્રાફી પુરાવા તરીકે અસ્વીકાર્ય છે. CrPC ની કલમ 161 હેઠળ આરોપી દ્વારા પોલીસને આપવામાં આવેલ નિવેદન પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભારતના બંધારણના આર્ટિકલ 20(3) હેઠળ, આરોપીને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવા માટે ફરજ પાડી શકાય નહીં તેમજ ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની કલમ 25 હેઠળ, પોલીસ અધિકારી સમક્ષ આરોપી દ્વારા આપવામાં આવેલ કબૂલાત નિવેદન પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે મહત્વનું જજમેન્ટ આપ્યું.

સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં દોષિત ઠેરવવાનો નિર્ણય રદ કરતાં નોંધ્યું કે, ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટ બંનેએ આરોપીઓના સ્વૈચ્છિક નિવેદનો અને તેમના વિડીયોગ્રાફી નિવેદનો પર આધાર રાખવામાં સંપૂર્ણપણે ભૂલ કરી છે. તેમજ પુરાવાની કાયદેસર કસોટી કરવામાં નિષ્ફળનીવડી છે. આ પ્રકારની તપાસ અને અભિગમ ન્યાયપ્રણાલીને હાનિકારક છે.

સુપ્રીમ કોર્ટ હંમેશા દરેક વ્યક્તિઓના હક અને અધિકારની રક્ષક બની છે. ભારતની સર્વોચ્ચ અદાલતે દ્વારા આપવામાં આવેલ આ ચુકાદો એટલે મહત્વ ધરાવે છે કે ક્યારેક પોલીસ બળના ઉપયોગ દ્વારા તથા આરોપી પોલીસના ડરના કારણે આરોપી ન કરેલ ગુનાઓ પણ કબૂલી લે છે જેના પરિણામે નિર્દોષને સજા થાય છે જે બાબતે આ જજમેન્ટ મહત્વનું સાબિત થઈ શકે છે.

ભારતીય કાયદાનો મૂળ સિદ્ધાંત કહે છે કે, ભલે સો દોષિત નિર્દોષ છૂટી જાય પણ એક નિર્દોષ સજા ના થવી જોઈએ. આ પ્રકારનો અભિગમ ન્યાય પ્રણાલી માટે અને દેશ માટે ખુબજ મહત્વનો છે.

Back to top button
આજનું રાશિફળ!