Religious

સાવધાન! રાહુ કેતુ શનિ થઈ રહ્યા છે વક્રી! આ 3 રાશિઓ માટે સૌથી અશુભ સમયની શરૂઆત!

જ્યોતિષમાં શનિ, રાહુ અને કેતુને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ત્રણ ગ્રહોની ગતિ 12 રાશિઓને પ્રભાવિત કરે છે. વૈદિક જ્યોતિષ અનુસાર, શનિ 17 જૂનથી કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. આગામી છ મહિના સુધી પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે. રાહુ અને કેતુ હંમેશા વક્રી દિશામાં આગળ વધે છે. આ રીતે ત્રણેય ગ્રહો આગામી 6 મહિના સુધી ભ્રમણકક્ષામાં રહેશે.

આમ તો આ ત્રણેય ગ્રહો એ જેટલું અશુભ ફળ આપે છે એના કરતાં વધારે શુભ ફળ આપે છે. કેટલાય લોકો માટે આ ત્રણ ગ્રહો વરદાન બનીને આવે છે તો કેટલાય લોકો માટે અભિશાપ. જો કોઈની કુંડળીમાં આ ત્રણ માંથી કોઈપણ એક ગ્રહ મજબૂત અને પોઝિટિવ હોય તો તેવા વ્યક્તિ અક્ષને આંબે તેવું ભાગ્ય મેળવે છે. આવો જાણીએ કઇ રાશિના જાતકોને આગામી 6 મહિના સુધી ભોગવવું પડશે.

સિંહ: શનિ, રાહુ અને કેતુની વક્ર ગતિ તમારા જીવન પર ખરાબ અસર કરી શકે છે. ઈચ્છિત પરિણામ ન મળવાથી તમે નિરાશ થઈ શકો છો. આ સમય તમારી નોકરીમાં પણ પરિવર્તન લાવી શકે છે. પૈસા અટવાવાના કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાનૂની પડકારો પણ ચિંતાનો વિષય બની શકે છે. આ સમયગાળા દરમિયાન કોર્ટ કેસ વગેરે બાબતે સાચવવું.

કર્કઃ શનિની વક્રી ગતિ કર્ક રાશિ માટે નકારાત્મક સ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ સમય દરમિયાન તમે તણાવ અને ચિંતા અનુભવી શકો છો. નોકરી ધંધામાં પણ ખોટ અથવા નાણાંભીડ નો સામનો કરવો પડી શકે છે. અણધાર્યા ખર્ચાઓ સામે આવી શકે છે. ધન હાનિના યોગ બની રહ્યા છે. તેમજ અંગત સંબંધો પણ બગડી શકે છે. એટલે સાવધાની સાવચેતી એ આ સમયગાળા માટે આપણે માટે છે.

વૃશ્ચિક: શનિ અને રાહુની વક્રી ગતિ વૃશ્ચિક રાશિના લોકો માટે મુશ્કેલી લાવી શકે છે. આ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે. જુના રોગો પાછા એક્ટિવ થઈ શકે છે. ધનહાની થઈ શકે છે. વ્યાપારમાં નુકશાન અથવા નાણાંભીડ અનુભવી શકો છો. આ સમય દરમિયાન નવો વ્યવસાય અથવા પ્રોજેક્ટ શરૂ કરવાનું ટાળો. નવું કામ કરવાનું આ સમયગાળા મુજબ યોગ્ય નથી બને તો પાછું ઠેલી શકો છો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!